હિંદુ ધર્મમાં દરેક તિથીને મહત્વ આપવામાં આવે છે. અનેક તિથી અનેક દેવતાઓને સમર્પિત હોય છે. આઠમ અને ચૌદશ માતાજીને સમર્પિત હોય છે, ચોથ ગણપતિજીને સમર્પિત હોય છે. અગિયારસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે તેવી જ રીતે તેરસ ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસે કરવામાં આવતા વ્રતને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ વખતે ગુરૂવારે પ્રદોષ હોવાને કારણે આ વ્રતને ગુરૂ પ્રદોષ કહેવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે સાચા દિલથી જો ભક્તિ કરવામાં આવે તો ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. પરંતુ દરેક દેવી દેવતાઓ માટે અલગ અલગ તિથી નક્કી કરવામાં આવી છે. જોએ તિથી દરમિયાન તેમની પૂજા-આરાધના કરવામાં આવે તો તે જલ્દી પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળ આપે છે.
દરેક મહિનામાં શુક્લ અને કૃષ્ણ પક્ષમાં આવતી તેરસને પ્રદોષ કહેવામાં આવે છે. તેરસની તિથી ભગવાન શંકરને સમર્પિત હોય છે. તેરસના દિવસે ભગવાન શંકરની પૂજા કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે. આ વખતે પ્રદોષ ગુરૂવારે હોવાથી આને ગુરુ પ્રદોષ પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે ઉપરાંત શત્રુ અને વિરોધી શાંત થાય છે. મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે જો શક્ય હોય તો ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન સમક્ષ સફેદ વસ્તુ અર્પણ કરવી જોઈએ. ઉપરાંત દિવસ દરમિયાન ઓમ નમ: શિવાય મંત્રની માળા કરવી જોઈએ. ઉપરાંત પ્રદોષ વ્રતની પૂજા સાંજના સમયે કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.