ફાગણ સુદ પૂનમના દિવસે આપણે ત્યાં હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળી ક્યારે પ્રગટાવવી તે અંગે અસમંજસ છે કારણ કે પૂનમ 6 માર્ચ અને 7 માર્ચના રોજ છે. પરંતુ હોળીકા દહન સાંજના સમયે કરવામાં આવે છે જેને કારણે 6 માર્ચ સાંજે હોળીકા દહન કરવામાં આવશે. પરંતુ પૂનમની ઉદિત તિથી મંગળવારે છે. જેને કારણે ભરવા વાળી પૂનમ મંગળવારે થશે.
ક્યારે કરવું હોળીકાદહન?
હિંદુ ધર્મમાં તિથીને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યોદય બાદ આપણે તિથી માન્ય રાખીએ છીએ.તિથીની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં સવારથી જો પૂનમ હોય તો તે જ દિવસે હોળીકા દહન કરવું જોઈએ. ઉપરાંત સૂર્યાસ્તના સમયે જ્યારે ભદ્રા ન હોય ત્યારે હોળીકાદહન કરી લેવું જોઈએ. ભદ્રા એક કરણનું નામ છે અને તિથીના અડધા ભાગને કરણ કહેવાય છે. જો બે દિવસે પ્રદોષ સમયે પૂનમ હોય તો બીજા દિવસે હોળીકા દહન કરવું જોઈએ. જો પહેલા દિવસે જ્યારે પૂનમ થતી હોય અને બીજા દિવસે સાંજ સુધી પૂનમ ન હોય તો બીજા દિવસે સાડા ત્રણ પ્રહર એટલે કે સાંજ સુધી પૂનમ હોય અને સૂર્યાસ્ત પછી એકમ થતી હોય તો બીજા દિવસે હોળી પ્રગટાવવી જોઈએ. જો બીજી દિવસે સૂર્યાસ્ત પછી પૂનમ ના હો. અને પહેલા દિવસે મધ્યરાત્રી પહેલા ભદ્રા સમાપ્ત થાય પછી હોળી પ્રગટાવવી જોઈએ.
શા માટે હોળીકા દહનમાં કરાય છે ગાયના છાણાનો ઉપયોગ
હોળી પ્રગટાવવા માટે છાણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગાયના છાણાના અનેક ફાયદા છે. ગાયનું છાણ ઓષધી તરીકે કામ કરે છે. તેમાં ઘણા તત્વો હોય છે જે હાનિકારક જંતુઓને સમાપ્ત કરવામાં મદદ કરે છે. ધુમાડાની વાત કરવામાં આવે તો હોળીમાંથી નીકળતો ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે. વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. જો ધાર્મિક મહત્વની વાત કરીએ તો છાણામાંથી નીકળતા ધૂમાડાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ગાયના છાણાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરવાથી કુંડળીમાં અકાળ મૃત્યુ જેવા અથવા કોઈ પણ બીમારી સાથે જોડાયેલાં દોષ દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે ગાયના છાણાને સળગાવવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. ગાયના છાણ સાથે કપુરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કપુરને સળગાવાથી પણ વાતાવરણ શુદ્ધ થાય છે.