રાજ્યના અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું જેને કારણે વિઝિબિલિટિ પણ ઘટી હતી. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ગુજરાતીઓને ઠંડી થી થોડી આંશિક રાહત મળશે. આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીંવત છે.
માવઠાને કારણે ખેડૂતોની વધી ચિંતા
બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. સોમવારે અમદાવાદ, ઉત્તર ગુજરાત , મહેમદાવાદ, પાવી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.
થોડા દિવસો સુધી જોવા મળશે ઠંડીનો ચમકારો
કમોસમી વરસાદને કારણે આગામી બે ત્રણ દિવસ ફરી એક વખત ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઠંડો પવન ફૂંકાઈ શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને ડિસામાં ઠંડીનું જોર યથાવત જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયા સૌથી ઠંઠુગાર નોંધાયું છે.