જાણો Mehsana Loksabha Seatના બંને ઉમેદવારોનું શું છે વિઝન? BJPના Haribhai Patel કહે ફોન પર જવાબ ન મળે, Congressના ઉમેદવારે કહ્યું કે.....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-02 16:32:52

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે.. મતદારોને રિઝવવા માટે રાજકીય પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે.. અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે પરંતુ દેશના મુદ્દાઓ સામાન્ય માણસને સીધી રીતના અસર નથી કરતા.. સ્થાનિક મુદ્દાઓ તેમને અસર કરતા હોય છે.. જનતાનોએ સવાલ હોય છે કે તેમના ઉમેદવાર આગામી પાંચ વર્ષોમાં કયા કામો કરશે? 

મહેસાણાના ઉમેદવારને જમાવટની ટીમે કર્યો ફોન

ત્યારે જનતા વતી જમાવટ લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહ્યું છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.. ત્યારે મહેસાણાના બંને ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધી રહ્યા છે તે જાણવા માટે ફોન કર્યો હતો.. ભાજપના ગ્રાફમાં મહેસાણાનું વિશેષ સ્થાન છે. દેશમાં ભાજપને પહેલી સીટ મહેસાણાથી મળી હતી. 



1984માં ભાજપને મળી હતી મહેસાણાની સીટ 

1984થી લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં ભાજપને બે સીટ મહેસાણા અને હૈદરાબાદ મળી હતી. એ કે પટેલે અહીં ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. ત્યાર બાદથી આમ તો આ સીટ ભાજપનો ગઢ રહ્યો છે. પણ વચ્ચે બે વખત 1999 અને 2004માં કોંગ્રેસે ભાજપને માત આપી હતી. ભાજપના સિનિયર નેતા નીતિન પટેલ ખુદ 2004માં 14 હજાર મતથી હારી ગયા હતા..... 



શું કહ્યું ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારે? 

મહેસાણા સીટ પર આ વખતે પાટીદાર અને ઠાકોર જ્ઞાતિના ઉમેદવાર વચ્ચે જંગ છે. ભાજપે મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ 62 વર્ષીય હરિભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 52 વર્ષીય રામજીભાઈ ઠાકોરને ટિકિટ આપી છે. ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનું વિઝન જાણવા માટે જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન પર જવાબ આપવાની ના પાડી હતી... જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર રામજી ઠાકોરને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મહેસાણાનો જે વિકાસ થવો જોઈએ તે પ્રકારનો વિકાસ નથી થયો... ડેવલ્પમેન્ટ જે રીતે થવું જોઈએ તે પ્રમાણેનું નથી થયું...પ્રજાના ઉદ્યોગી વસાહતો નથી થઈ.. 



જનતા કોને બનાવશે સાંસદ? 

વાતચીત દરમિયાન તેમણે પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે વખતે આપવામાં આવેલા નિવેદનને યાદ કર્યા હતા.. મહેસાણામાં યુનિવર્સિટી નથી, મહેસાણામાં મોટી હોસ્પિટલો નથી બની.. પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ નથી થઈ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.. ત્યારે જનતા કોને પસંદ કરી સાંસદ બનાવે છે તે જાણવા માટે આપણે ચાર જૂન સુધી રાહ જોવી પડશે...  



ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...