જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી ગઈ આણંદ લોકસભા બેઠકના મતદાતાઓનો મિજાજ જાણવા... આણંદના વલ્લભવિદ્યાનગર જમાવટની ટીમ પહોંચી હતી ચૂંટણીનો માહોલ જાણવા માટે... વલ્લભવિદ્યાનગરને વિદ્યાનગર તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ જગ્યાઓથી વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવે છે... જેટલા મતદાતાઓને જમાવટની ટીમ મળી ત્યારે અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી..
કયા મુદ્દાઓ યુવાનોને કરે છે અસર?
સામાન્ય રીતે અનેક મુદ્દાઓ એવા હોય છે જેને મતદાર મતદાન આપતી વખતે ધ્યાનમાં રાખે છે... કોઈ મોંઘવારીનો મુદ્દો ઉઠાવે છે તો કોઈ રોજગારીનો મુદ્દો ઉઠાવે છે... કોઈ રસ્તાઓનો મુદ્દો ઉઠાવે છે તો કોઈ વિકાસની વાતો કરે છે.. વિદ્યાર્થીઓનો રાજકીય મત જાણવાની જ્યારે કોશિશ કરી ત્યારે તેમણે કહ્યું કે યુવાનોને જેટલો રોજગાર જોઈએ છે તેવી નોકરી નથી મળી રહી.. સરકારને તેમણે અપીલ કરી હતી જેમાં તેમણે કહ્યું કે યુવાનોને નોકરી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે..
રોજગારીને લઈ યુવાનોએ કરી વાત
જ્યારે બીજા એક મતદારને પૂછવામાં આવ્યું તો તેમણે પણ રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકાર પાસે તે શું અપેક્ષા રાખે છે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે શિક્ષણ સારૂં મળે, આરોગ્ય સારૂં મળે..જે સરકાર ચૂંટાઈને આવે છે તે યુવાનો માટે અને મહિલાઓ માટે કામ કરે.. સરકારે શિક્ષણ અને રોજગારી મુદ્દે મુખ્યત્વે કામ કરવાનું હોય છે.. જ્યારે આમાં સરકાર ખરી ઉતરતી હોય છે ત્યારે જ ભારતનો વિકાસ થાય છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી..
રામ મંદિર, કલમ 370નો એક મતદાતાએ કર્યો ઉલ્લેખ
બીજા એક મતદારને પૂછવામાં આવ્યું કે માહોલ કેવો લાગે છે તો તેમણે કહ્યું કે તેમને વ્યવસાયને કારણે તેમને અનેક જગ્યાઓ પર ફરવાનું થાય છે ત્યારે પ્રાથમિક સુવિધાઓ તેમના સુધી પહોંચવી જોઈએ... ખેડૂતોને યોજનાઓની ખબર જ નથી હોતી.. લોકલ લોકોને જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળી રહી... એક મતદારે ફીનો મુદ્દો ઉઠાવ્યો હતો.. પબ્લિકને જાગૃત થવું જોઈએ તેવી વાત તેમણે કરી હતી.. એક મતદારે કલમ 370નો ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો.. ત્યારે જોવું રહ્યું કે આણંદના મતદાતા કોને જીતાડી સંસદ પહોંચાડે છે?