જાણો કચ્છના એવા ખેડૂતની કહાણી જેને ખાવાના હતા સાંસા અને તેમને બનાવી દીધો કરોડોનો દાતા| Electoral Bondમાં ગરીબને લૂંટી લીધો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-10 14:49:10

કચ્છના બિપિન મણિલાલ વેગડ અને સવાભાઈ કારાભાઈ મણવરની એક સવાર આંચકા સાથે થઈ, જ્યારે ઈલેક્ટોરબલ બોન્ડની યાદીમાં એમનું નામ 11 કરોડના દાતા તરીકે આવ્યું. એસબીઆઈએ સતત સુપ્રીમ કૉર્ટની ફટકાર પછી ઈલેક્ટોરલ બોન્ડમાં કોણે કેટલું દાન આપ્યું એનો ડેટા જાહેર કર્યો ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ગામડાઓમાં સાવ સાદાઈથી જીવન જીવતા અને થોડા વર્ષો પહેલા તો સાવ ગરીબની શ્રેણીમાં આવતા બે ખેડૂતોએ ભાજપને 11 કરોડનું દાન કર્યું હશે. જેને થોડા વર્ષો પહેલા હતા ખાવાના સાંસા એ કેવી રીતે બન્યા 11 કરોડના બોન્ડના દાતા... આ સ્ટોરીમાં આજે વિસ્તારથી તમને આખુ કૌભાંડ, છેતરામણી, ગરીબ ખેડૂતને પણ ના છોડતી માનસીકતાની કહાની બતાવવી છે.


એક સમય જેને ખાવાના ફાંફા હોય તે જ્યારે કરોડો રૂપિયાનો દાતા સાબિત થાય ત્યારે સવાલ થાય કે શું ભોળા લોકોને ફસાવવા આટલા સરળ છે? આ ઘટનામાં પણ ખેડૂતને મનાવી, સમજાવી તેની પાસેથી કરોડોના બોન્ડ ખરીદાવવામાં આવે છે માત્ર એટલા માટે કે હાઈકમાન્ડ ખુશ થઈ જાય? એવું બતાવવા માટે અમે આટલું દાન અપાવડાયું તે બતાવવા માટે? આ કેસમાં જે લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે તેમાં તે વખતના ભાજપના શહેર પ્રમુખના નામનો સમાવેશ થાય છે તે ઉપરાંત બીજા અનેક લોકો છે જેમના વિરૂદ્ધ ફરિયાદ થઈ છે તેમાં તત્કાલીન જમીન સંપાદન અધિકારી, વેલ્સન કંપનીના અનેક લોકોના નામનો ઉલ્લેખ છે.

   



પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ અંજાર શહેર ભાજપના પ્રમુખ હેમંત ઉર્ફે ડેની રજનીકાંત શાહ, જમીન સંપાદન અધિકારી એવા અંજારના તત્કાલીન નાયબ કલેક્ટર ડૉ. વિ.કે.જોશી ઉર્ફે વિમલભાઈ કિશોરચંદ્ર જોશી તેમજ વેલસ્પન અંજાર SEZ લિમિટેડના સિગ્નેચરી ઓથોરિટી મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા સહિતના લોકોએ ખેડૂતોને લાલચ આપી. વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવર તેમજ ખમું કારાના પરિવારને તેમની જમીન સંપાદન કરીને વેલસ્પન SEZ લિમિટેડ કંપની દ્વારા જમીન સંપાદન અધિકારીના માધ્યમથી 16 કરોડ 61 લાખ આપવાનો એવોર્ડ મળ્યો હતો. વેલસ્પન SEZ દ્વારા અગાઉ 2.80 કરોડનું વળતર અગાઉથી ચૂકવી દેવામાં આવ્યું હોવાથી એવોર્ડ મળ્યા બાદ તેમને આશરે 13.81 કરોડ ચૂકવવાના થતા હતા. 


ખેડૂતની સંડોવણીમાં ક્યાંથી આવી તેની વાત કરીએ તો કચ્છમાં આવેલી વેલસ્પન ગ્રુપની કંપનીને તેમના પ્રોજેક્ટના વિસ્તરણ માટે જમીનની જરૂર હતી. કંપનીના વિસ્તરણ પ્રોજેક્ટમાં વરસામેડી ગામના સવાભાઈ કારાભાઇ મણવરની જમીન વચ્ચે આવતી. આ જમીન નવી શરત તેમજ જમીનના ટોચ મર્યાદાના કાયદા હેઠળ આવતી હોવાને પગલે તેને સીધી રીતે બજારમાં વેચી કે ખરીદી શકાય તેમ ન હતું. આ વાત સરકાર સુધી પહોંચી અને કચ્છ કલેક્ટર કક્ષાએ આ જમીનનું મુલ્યાંકન કરવામાં આવ્યું અને તેની કિંમત આવી 76 કરોડ... થોડા સમય માટે આખી પ્રક્રિયાને થોડા સમય માટે અટકાવાઈ દેવાઈ. થોડા સમય બાદ પ્રક્રિયા ફરી શરુ કરાઈ. આ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર જોશીની બદલી અમદાવાદ ખાતે થઈ અને તેમની બદલીમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે મેહુલ દેસાઈ નામના અધિકારીએ ચાર્જ સંભાળ્યો. 



નવા આવેલા અધિકારી મેહુલ દેસાઈએ  17મી ઓગસ્ટ,2023ના રોજ એક વર્ષની નિયત મર્યાદા પુરી થાય તે પહેલા જ 14મી ઓગસ્ટ,2023ના રોજ કચ્છ કલેક્ટરની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ લેન્ડ વેલ્યુએશન કમિટીના જુના ઓર્ડરને ધ્યાનમાં લીધા વિના તાબડતોડ જમીનનું મૂલ્ય 76 કરોડને બદલે 16 કરોડ ઠેરવીને એવોર્ડ જાહેર કરી દે છે. જેટલી રકમ સરકાર એવોર્ડ થકી નક્કી કરે એટલી રકમ જે તે કંપનીને સરકારમાં જમા કરવી પડે. અને તે રકમ પછી જેમને વળતર આપવાનું હોય તેને ચેક દ્વારા આપવામાં આવતું હોય છે. 



આ ઘટનાને ત્રણેક મહિનાનો સમય પસાર થયો પરંતુ તેમને વળતર ના મળ્યું જેને કારણે ખેડૂતના પરિવારજનોને શંકા ગઈ. એટલે તેમણે બોન્ડની રકમ કયારે મળશે તે અંગે પૂછવાનું શરુ કર્યું.આ દરમિયાન સુપ્રિમ કોર્ટના આદેશને પગલે જ્યારે SBI બોન્ડ ખરીદનારા લોકોનું લિસ્ટ જાહેર કર્યું અને ત્યારે તેમને ખબર પડી કે, તેમની જમીનના વળતરના કરોડો રૂપિયા તો ઈલેક્ટોરલ બોન્ડના રૂપે ખરીદાયા અને સત્તા પક્ષ ભાજપના એકાઉન્ટમાં જમા થઇ ગયા. 



મહત્વનું છે કે જે રાજ્યમાં જે પાર્ટીની સત્તા છે ત્યાં પાર્ટીને મોટા પ્રમાણમાં મોટી મોટી કંપની દ્વારા ફન્ડ આપવામાં આવ્યું છે. સૌથી વધારે ફંડ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે. તે બાદ ટીએમસીને તેમજ ડીએમકેને કરોડોનું ગુપ્ત દાન મળ્યું છે. ભાજપ બાદ સૌથી વધારે દાન મેળવનાર પાર્ટી દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ નથી પરંતુ ડોનેશન લેવાની બાબતમાં મમતાની પાર્ટી ટીએમસી બીજેપી પછી બીજા નંબર પર છે. માહિતી અનુસાર, ટીએમસીને ચૂંટણી બોન્ડના રૂપમાં કરોડોનું દાન મળ્યું છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?