હિંદુ ધર્મમાં અનેક ચિન્હો પ્રતિકોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. અનેક ચિન્હોને પવિત્ર માનવામાં આવે છે. જેમાં સ્વસ્તિકને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સ્વસ્તિકને અનેક લોકો પોતાના ઘરના દરવાજા બહાર કરતા હોય છે. કોઈ પણ શુભ પ્રસંગ અથવા તો કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તે દરમિયાન સ્વસ્તિકનું ચિહ્ન બનાવામાં આવે છે. સ્વસ્તિકનો અર્થ થાય છે શુભ. સ્વસ્તિકને ઉર્જાનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. સ્વસ્તિક શબ્દ ત્રણ શબ્દથી બનેલો શબ્દ છે. સુ નો અર્થ થાય છે શુભ, અસનો અર્થ અસ્તિત્વ થાય છે અને ક નો અર્થ કર્તા થાય છે. સ્વસ્તિકનો અર્થ થાય છે મંગલ કરનાર હોય છે. સ્વસ્તિકને ભગવાન ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે.
સ્વસ્તિકમાં કરવામાં આવેલી રેખાઓ ચાર વેદોનું પ્રતિક માનવામાં આવે છે. રેખાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ ઠીક થઈ જાય છે. અનેક લોકો વાસ્તુદોષને દૂર કરવા ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સ્વસ્તિકના મધ્યભાગમાં ભગવાન વિષ્ણુની કમલ નાભી, રેખાઓને બ્રહ્માજીના ચારમુખ, ચાર હાથ અને ચાર વેદોનું રૂપ માનવામાં આવે છે. સ્વસ્તિકને બનાવામાં કંકુ અથવા કેસરી રંગનો કરવો જોઈએ. ઉપરાંત ચાર રેખાઓને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવામાં આવે છે.
પૂજા દરમિયાન આરતીની થાળીમાં પણ સ્વસ્તિક કરવામાં આવે છે. ઉપરાંત કળશમાં પણ સ્વસ્તિક અંકિત કરવામાં આવે છે. કપાળ પર તિલક કરવામાં આવે છે તે દરમિયાન આ મંત્ર બોલવામાં આવે છે.
ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।स्वस्ति नः पूषा विश्ववेदाः।स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥