જાણો ભગવાનને અર્પણ કરવામાં આવતા પંચામૃતનું મહત્વ, અને શું છે તેના ફાયદા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-04 18:53:54

પૂજામાં વપરાતી દરેક સામગ્રીનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ભગવાનની પૂજા અને આરતી બાદ પ્રસાદના રૂપે પંચામૃત વહેચવામાં આવે છે. પંચામૃતનો પ્રસાદ લઈ આપણે હાથને માથે ચઢાવી દેતા હોઈએ છીએ. પરંતુ પંચામૃત કોને કહેવાય છે તે અંગે જાણકારી અનેક લોકોને નથી હોતી. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આનું મહત્વ રહેલું છે પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ પંચામૃતનું વિશેષ મહત્વ રહેલું છે. 

પ્રસાદમાં પંચામૃતને પવિત્ર કેમ ગણવામાં આવે છે? જાણો શું છે બનાવવાની  શાસ્ત્રોક વિધી - GSTV

દેવી-દેવતાઓ સમક્ષ વિવિધ પ્રકારના તેમજ અલગ અલગ પ્રકારના પ્રસાદ ભગવાન સમક્ષ ધરાવવામાં આવે છે. પરંતુ દરેક ભગવાન સમક્ષ પંચામૃતનો પ્રસાદ અવશ્ય અર્પણ કરવામાં આવે છે. પંચામૃત એટલે પાંચ પદાર્થથી બનાવામાં આવેલું મિશ્રણ. પાંચ તત્વોમાં દૂધ, દહીં, મધ, ધી અને સાકરનો સમાવેશ થાય છે. પંચામૃતથી ભગવાનનો અભિષેક પણ કરવામાં આવે છે. દરેક ભગવાનને પંચામૃતત અર્પણ કરવામાં આવે છે. 


પંચામૃતનો સરળ અર્થ થાય પાંચ અમૃત. દૂધને અમૃત સમાન ગણવામાં આવ્યું છે તે ઉપરાંત મધ,ધી ,સાકર અને દહીંને પણ અમૃત સમાન ગણવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે પંચામૃતનું સેવન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ત્યારે વ્યક્તિને પંચામૃતમાંથી અનેક વસ્તુઓ શીખવી જોઈએ. જાણીએ પંચામૃતમાં રહેલા પાંચ તત્વોના મહત્વ વિશે.


દૂધ - દૂધને શુદ્ધાતાનું પ્રતિક માનવામાં આવે છે. એવો ભાવ કરવામાં આવે છે કે આપણે જીવનમાં દૂધની જેમ નિષ્કલંક રહેવું જોઈએ. તે ઉપરાંત દૂધથી પદ પ્રતિષ્ઠતામાં પણ વૃદ્ધિ થાય છે. 


દહી- દૂધને મેરવીએ તો તેમાંથી દહીં બને છે. દહીંની વિશેષતા એ છે કે તે બીજાને પોતાના જેવા બનાવે છે. તે સિવાય આરોગ્યની દ્રષ્ટિએ પણ દહીંને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે દહીંથી જીવનમાં શાંતિ અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. ઘીને સ્નેહનું પ્રતિક પણ માનવામાં આવે છે. 


મધ- પંચામૃતમાં મધનું પણ વિશેષ સ્થાન રહેલું છે. મધ મીઠું હોવાની સાથે સાથે શક્તિશાળી પણ છે. એવું માનવામાં આવે છે કે મધનો ઉપયોગ કરવાથી શત્રુઓ પર વિજયી મેળવી શકાય છે. મધમાંથી શિખવા જેવી વાત એ છે કે તે જાળમાં રહેતું હોવા છતાંય આસાનીથી નથી મળતું. તેવી જ રીતે મનુષ્યએ પણ સંસારમાં રહેતા હોવા છતાં સંસારથી અલગ રહેવું જોઈએ. 


સાકર - પંચામૃતમાં સાકરને પણ વિશેષ સ્થાન આફવામાં આવ્યું છે.  સાકરનો ઉપયોગ કરવાથી શરીરમાં ઉર્જાનું સ્તર વ્યવસ્થિત રહે છે. તે સિવાય આળસમાં પણ ઘટાડો આવે છે. એવું માનવામાં આવે છે કે તેનો ઉપયોગ કરવાથી વાણી મધુર બને છે અને શિસ્તાચાર વધે છે. તે ઉપરાંત ઉંઘનું સમસ્યા પણ દૂર થાય છે. 


ઘી- પંચામૃતમાં ઘીનો સમાવેશ થાય છે. ઘી શરીરને બળ આપે છે તે ઉપરાંત હાડકા પણ મજબૂત થાય છે. એવું માનવામાં આવે છે કે આનો ઉપયોગ કરવાથી નેત્ર જ્યોતિમાં વધારો થાય છે. જો પ્રમાણની વાત કરવામાં આવે તો ચાર ચમચી દહીં, એક ચમચી ઘી, ચાર ચમચી દૂધ, બે ચમચી મધ, બે ચમચી સાકરનો ઉપયોગ કરવો જોઈએ.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?