દેવી લક્ષ્મીને ધન તેમજ ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે. ત્યારે આજે જાણીએ અષ્ટલક્ષ્મી વિશે. અષ્ઠલક્ષ્મી એટલે મહાલક્ષ્મી, ઐશ્વર્ય લક્ષ્મી, ધનલક્ષ્મી, સંતાનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગજ લક્ષ્મી, વીર લક્ષ્મી, વિજય લક્ષ્મી છે.
દેવી મહાલક્ષ્મીને આદિ લક્ષ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવી લક્ષ્મીનું આ પ્રથમ સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ ભૃગુઋષિના પુત્રી છે અને ભગવાન નારાયણના પત્ની છે. માતાજીનું બીજા સ્વરૂપ ઐશ્વર્ય લક્ષ્મી છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકની સમાજમાં પ્રતિષ્ઠતા વધે છે. સમાજમાં ખ્યાતિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. ધન લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી સાધકના ઘરમાં ધનનો વાસ હમેશા રહે છે.
માતાજીના ચોથા સ્વરૂપની વાત કરીએ તો સંતાન લક્ષ્મી સ્વરૂપ છે. સંતાન પ્રાપ્તિ માટે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દેવીની પૂજા કરવાથી વંશ આગળ વધે છે. માતાજીના પાંચમા સ્વરૂપની વાત કરીએ તો ધાન્યલક્ષ્મી છે. દેવીના સ્વરૂપની પૂજા કરવાથી ઘર હમેશાં ધન અને ધાન્યથી ભરેલું રહે છે. દેવી લક્ષ્મી ઘરમાં અન્ન સ્વરૂપે રહે છે. ગજ લક્ષ્મી પણ અષ્ઠલક્ષ્મી માંથી એક છે. આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને રાજસત્તા તેમજ તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે. વીર લક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી માતા સાધકને અકાળ મૃત્યુથી બચાવે છે. વિજયલક્ષ્મી સ્વરૂપની સાધના કરવાથી શત્રુઓ પર વિજયી મળે છે.