જાણો મૂકેશ અગ્નિહોત્રીની પત્રકારથી હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનવા સુધીની સફર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-11 18:40:32

મૂકેશ અગ્નિહોત્રી હિમાચલ પ્રદેશની રાજનીતિમાં પહેલા નાયબ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. મૂકેશ તેમના પિતા ઓમકારનાથની રાજનીતિનો વારસો સંભાળી રહ્યા છે. મૂકેશ અગ્નિહોત્રીના પિતા પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે. પિતાની હાર બાદ મૂકેશ સંતોષગઢથી મેદાને ઉતર્યા હતા. મૂકેશ અગ્નિહોત્રી હિમાચલ પ્રદેશ-પંજાબ સીમા પરના ઉના જિલ્લાના હરોલી તાલુકાના ગોંદપુર જયચંદમાં રહે છે. 


કોણ છે મૂકેશ અગ્નિહોત્રી અને શું છે તેમનો રાજકીય ઈતિહાસ?


મૂકેશ અગ્નિહોત્રીનો જન્મ પંજાબના સંગરુરમાં 9 ઓક્ટોબર 1962ના રોજ થયો હતો.  મૂકેશ અગ્નિહોત્રીએ ગણિત વિષય સાથે એમએસસીની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ પબ્લિક રિલેશન વિષયમાં પોસ્ટ ગ્રેજન્યુએશન ડિપ્લોમા કરીને પત્રકાર બની ગયા હતા. દિલ્લીમાં પત્રકારિતા દરમિયાને કોંગ્રેસ સાથે તેમનો સંપર્ક વધ્યો હતો. પત્રકાર તરીકે કામગીરીમાં હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વીરભદ્રસિંહના સંબંધીઓ સાથે સંપર્ક વધ્યો હતો ત્યારથી તેઓ પત્રકારત્વથી રાજનીતિમાં પ્રવેશ્યા હતા. વર્ષ 1998માં મૂકેશ અગ્નિહોત્રીના પિતાને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમના પિતા હારી ગયા હતા. ત્યાર બાદ 2003ની ચૂંટણીમાં કોંગ્રેસે ઓમકારનાથની જગ્યાએ  તેમના પુત્ર મૂકેશ અગ્નિહોત્રીને ટિકિટ આપી હતી. તેઓ ચૂંટણી જીત્યા અને વીરભદ્રની સરકારમાં સીપીએસ પણ રહ્યા હતા. વર્ષ 2007માં તેઓ સંતોષગઢથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. વર્ષ 2012માં મૂકેશ અગ્નિહોત્રી વીરભદ્ર સરકારમાં ઉદ્યોગમંત્રી પણ રહ્યા છે. 


મૂકેશના નાયબ મુખ્યમંત્રી બનવાથી તેમના કોંગ્રેસી સાથીઓ કેમ ખુશ નથી?


હરોલી વિધાનસભાથી પાંચમીવાર ધારાસભ્ય બનેલા મૂકેશ અગ્નિહોત્રી નાયબ મુખ્યમંત્રી બનતા હરોલીવાસીઓમાં કોઈ ખાસ ઉત્સાહ નજરે નહોતો આવ્યો. મૂકેશના સમર્થકો મુખ્યમંત્રી બનવાના સપના જોઈ રહ્યા હતા પણ મૂકેશને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે. પાંચ વર્ષ વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી તેમણે નિભાવી છે. મૂકેશને મુખ્યમંત્રીની જગ્યાએ ઉપમુખ્યમંત્રી બનાવાતા તેમના સમર્થકો નારાજ થઈ ગયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?