જાણો આગામી દિવસોમાં કેવું રહેશે Gujaratનું હવામાન? આ જિલ્લાઓ માટે એલર્ટ કરાયું જાહેર, જાણો તમારા જિલ્લામાં થશે વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-19 09:01:34

ભાદરવા મહિનામાં મેઘો ગુજરાત પર મહેરબાન બન્યો છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં મેઘમહેર તો જોવા મળી પરંતુ મેઘમહેર અનેક વિસ્તારો માટે મેઘ કહેર સાબિત થઈ. અનેક જગ્યાઓ પર એટલો ભારે વરસાદ થયો કે ઘરોમાં પાણી ભરાઈ ગયા. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક નદીઓ ગાંદીતૂર બનીને બે કાંઠે વહી રહી છે. ડેમો પાણીથી છલોછલ થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરતા અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. 

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં જોવા મળી મેઘમહેર 

ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લેતા જગતના તાતની ચિંતા વધી હતી. ઓગસ્ટ મહિનામાં અમુક જગ્યાઓ પર જ વરસાદ વરસ્યો હતો પરંતુ અનેક જિલ્લાઓમાં વરસાદ ન પડ્યો હતો. વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા હતા કારણ કે સારો વરસાદ થશે તેવી આશા તેમણે રાખી હતી. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, જૂન તેમજ જુલાઈ મહિનામાં ધોધમાર વરસાદ થયો હતો પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે ખેડૂતોને નિરાશ કર્યા હતા. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે. 


આ જગ્યાઓ પર વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ 

હવામાન વિભાગે ગુજરાતના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. અનેક જિલ્લાઓમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી શકે છે. વરસાદ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આજે પાટણ, મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર તેમજ ભાવનગરમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. તે ઉપરાંત આણંદ, ભરૂચ,જૂનાગઢ, સુરતમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા તેમજ પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત કચ્છ, દ્વારકામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...