દેશમાં કોરોના સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3038 કેસ સામે આવ્યા છે. જ્યારે 9 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 40 દિવસ જેટલા સમયમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.
9 જેટલા લોકોના થયા મોત
કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ અંગેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 3038 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. કોરોના કેસમાં અનેક ઘણો વધારો છેલ્લા એક મહિનામાં જોવા મળ્યો છે.
આ રાજ્યોમાંથી સૌથી વધારે નોંધાયા કેસ
જો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યોની વાત કરીએ તો 2054 કેસ તો માત્ર પાંચ રાજ્યોથી સામે આવ્યા છે. કેરળમાં કોરોનાના નવા 964 કેસ નોંધાયા છે, હિમાચલ પ્રદેશમાં 318 કેસ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં 293 લોકો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 248 કેસ સામે આવ્યા છે જ્યારે 231 કેસ ગુજરાતથી સામે આવ્યા છે. કોરોના સંક્રમણ વધવાની વાત કરીએ તો કોરોનાનો વેરિયન્ટને પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.