હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ 48 કલાક વરસાદની આગાહી છે. એક રીતે જોઈએ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે પરંતુ જતાં જતાં મન મૂકીને વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસશે. જ્યારે નવસારી અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આવતી કાલે કયા વરસાદ રહશે ?
હવામાનની આગાહી મુજબ આવતી કાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વરસાદ પડશે હવામાન આગાહી અનુસાર આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
આજે કયા ખબક્યો વરસાદ
આજે પણ સુરતમાં ધોધમર વરસાદ વરસ્યો છે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે પાણી ભરાય જવાની પરિસ્થિતિ સર્જાઇ છે. રજણ, વાઘોડીયા અને ડેસરમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતા ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ ખેડા જિલ્લામાં ભારે વરસાદથી ડાંગર, તમાકુ અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું.