અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એવી મેટ્રો ટ્રેન આજે અમદાવાદીઓ માટે શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માં પશ્ચિમ અને પૂર્વના છેડાને જોડતા વસ્ત્રાલ અને થલતેજના મેટ્રો રૂટનો આજથી લોકો માટે પ્રારંભ થયો છે, ત્યારે જમાવટ મેટ્રોની
મુસાફરી કરી અને લોકો સાથે વાતો કરી કે તેમનો અનુભવ કેવો હતો
પહેલીવાર અમદાવાદની મેટ્રોમાં બેસી તેમણે કેવું લાગ્યું ?
બાળકોથી લઈ વૃદ્ધોએ માણી મેટ્રોની મજા
આજે સવાર 9 વાગ્યાથી મેટ્રો થલતેજ અને વસ્ત્રાલ બંને સ્ટેશનો પરથી ટ્રેન ઊપડી હતી. ત્યારે સવારથી જ અલગ અલગ સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. અને મેટ્રોમાંથી અમદાવાદનો અલગ નજારો માંડ્યો હતો. લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો. લોકો મેટ્રોની મુસાફરી કરવા સ્પેશિયલ આવ્યા હતા.
મેટ્રોને જાણે પિકનિક પોઈન્ટ બનવ્યું હોય એમ લોકો ત્યાં સેલ્ફી લેતા
હતા અને મુસાફરી કરી રહ્યા હતા..
મેટ્રોથી સાબરમતી રિવરફ્રન્ટ જોવાની મોજ
મેટ્રોમાંથી સાબરમતી અને રિવરફ્રન્ટ કેવું દેખાય છે એ જોવા અમદાવાદીઓ મેટ્રોમાં આવ્યા હતા. જેમજ સાબરમતી આવ્યું તેમ લોકો જોર જોરથી બૂમો પાળતા જોવા મળ્યા. ઉપરાંત ટર્નલમાં ટ્રેન આવે ત્યારે પણ લોકોમાં અલગ આનંદ જોવા મળ્યો.
મેટ્રોમાં મેળા જેવો માહોલ
થલતેજથી વસ્ત્રાલ સુધી દરેક મેટ્રો સ્ટેશનમાં જાણે લોકોનું કિડીયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ હતી લોકો મેટ્રોમાં એટલી મજા માણી કે જાણે લોકો મેળામાં આવ્યા હોય. અને લોકોના મોઢા પર ખુશી જોવા મળી હતી.....