વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ રાજ્યના લોકોને હાલ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો અહેસાસ થવાને કારણે અનેક જગ્યાઓ પર રોગચાળો વકરી રહ્યો છે. શિયાળાનો અનુભવ આગામી દિવસોમાં થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. આગામી પાંચ-સાત દિવસમાં ગુજરાતમાં વરસાદ થશે તેવી કોઈ સંભાવના નથી. મોટાભાગે હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લધુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.
આગામી દિવસોમાં ગગડી શકે છે તાપમાનનો પારો
ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ લોકોને થાય છે. પરંતુ બપોરે ગરમીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. રાજ્યનું વાતાવરણ આગામી દિવસોમાં કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનનો પારો ગગડી શકી છે. આગામી દિવસો દરમિયાન વરસાદ નહીં વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. ઉપરાંત તેમણે કહ્યું કે મહત્તમ તાપમાન 36 રહેવાની સંભાવના છે. અમુક જગ્યાએ 38 ડિગ્રી પણ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીથી ઓછું રહેશે.
સવારે અનુભવાય છે ઠંડીનો ચમકારો
અમદાવાદના તાપમાનની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. બપોરે ગરમીનો અહેસાસ થાય છે અને સવારે ઠંડીનો ચમકારો, બેવડી ઋતુને કારણે રોગચાળો પણ સતત વધતો જઈ રહ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં કોઈ ફરક નહીં પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. આગામી બે દિવસમાં એકાદ ડિગ્રીનો ફેરફાર નોંધાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે.