સોશિયલ મીડિયા તેમજ ટ્વિટરના માધ્યમથી લોકો સુધી પહોંચવું એકદમ સરળ બની ગયું છે. ત્યારે આ માધ્યમનો ઉપયોગ રાજકીય પાર્ટી પોતાના પ્રચાર માટે કરી રહી છે. જનસભા માં સંબોધન દ્વારા તો વાકયુદ્ધ થતાં રહે છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેઓ એક બીજા પર પ્રહાર કરી પોતાની પાર્ટીનો પ્રતાર કરી રહ્યા છે. આવો જોઈએ રાજકીય પાર્ટી કેવી રીતે સોશિયલ મીડિયા પર બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાનો પ્રચાર કરી રહી છે.
સૌથી પહેલા જોઈએ ભાજપનો ડિજિટલ પ્રચાર
પ્રચાર કરવામાં ભાજપ સૌથી આગળ રહે છે. નવતર પ્રયોગો દ્વારા જન જન સુધી પહોંચવા ભાજપ નવતર પ્રયોગો કરતી રહે છે. ભાજપનું આઈટી સેલ પણ ઘણું એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સતત પ્રહાર કરતું રહે છે. પોતાની પાર્ટીના ભરપેટ વખાણ કરવાના અને બીજી પાર્ટી પર આક્ષેપ લગાડવા તેમજ કટાક્ષ કરવામાં ભાજપ ક્યારે પણ પાછળ નથી પડતું.
-
હવે જોઈએ કોંગ્રેસ કયા મુદ્દાને લઈ કરે છે પોતાનો પ્રચાર -
કોંગ્રેસ ભલે ગ્રાઉન્ડ પર પ્રચાર કરતી નજરે નથી પડતી, પરંતુ ટ્વિટર પર તે પણ એક્ટિવ છે. ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. નાનો મુદ્દો હોય કે મોટો મુદ્દો હોય, કોંગ્રેસ હંમેશા ભાજપ પર પ્રહાર કરતું રહે છે. ભાજપ પર આક્ષેપો કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. 27 વર્ષના શાસન પર કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરે છે.
આમ આદમી પાર્ટીના પ્રચાર કરવાની સ્ટાઈલ
આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. પોતાનો પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પણ પાછળ નથી. કોંગ્રેસ અને ભાજપ પર આપ હમેંશા પ્રહાર કરતું રહે છે. ભાજપ અને કોંગ્રેસને અનેક વખત આપે એક ગણાવ્યા છે. મોંઘવારી તેમજ શિક્ષાને લઈ ભાજપ પર અનેક વખત આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે. આવો જોઈએ આમ આદમી પાર્ટીના પ્રચાર કરવાની રીત.