ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનના પારામાં સતત વધારો જોવા મળ્યો હતો.. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું.. પરંતુ ધીરે ધીરે ગરમીથી આંશિક રાહત મળી રહી છે.. ગરમી ક્યારે જશે અને વરસાદ ક્યરે આવશે તેની રાહ લોકો ક્યારના જોઈ રહ્યા છે.. વરસાદ આ વખતે વહેલો આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આ વખતનું ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે તે જાણવા પરેશ ગોસ્વામી સાથે જમાવટની ટીમે સંપર્ક કર્યો હતો.
ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ
એક સમય હતો જ્યારે ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવતું હતું પરંતુ આવનાર દિવસમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવશે. વરસાદને લઈ આગાહી કરવામાં આવશે. ગુજરાતીઓ આતુરતાથી ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યા છે અને વરસાદની પધરામણી ક્યારે થશે તેની રાહમાં છે. ત્યારે દર્શકો વતી જમાવટની ટીમે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી અને આ વખતનું ચોમાસું કેવી રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
વરસાદને લઈ શું કરી આગાહી પરેશ ગોસ્વામીએ?
આગાહી કરતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 3થી 8 જૂન દરમિયાન બફારાનું પ્રમાણ વધશે. ગરમી 40 ડિગ્રીની આસપાસ હશે પરંતુ તાપમાન જાણે 45 ડિગ્રી પહોંચ્યા હોવાનો અહેસાસ થશે.. તે સિવાય 13થી 15 ચોમાસાનો પ્રવેશ થશે અને વલસાડથી સૌરાષ્ટ્રથી ગુજરાતમાં એન્ટ્રી થશે તેવી વાત તેમણે કરી હતી. આ વખતે વરસાદ રેકોર્ડ બ્રેક કરશે તેવી આગાહી કરી હતી.. તે સિવાય અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 4 જૂન સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે...