ગઈકાલથી એક સમાચાર પર ચર્ચા થઈ રહી છે અને તે છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ. કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ હોય તે કંઈ નવી વાત નથી. રાજનીતિમાં આવા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. અરવિંદ કેજરીવાલ પહેલા પણ અનેક મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ છે જેમાં લાલુ પ્રસાદ યાદવ, હેમંત સોરેન, જય લલિતા જેવા બીજા અનેક મુખ્યમંત્રીઓ છે. એ વાત અલગ છે કે ધરપકડ બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું પરંતુ અરવિંદ કેજરીવાલે રાજીનામું નથી આપ્યું. જેલમાં રહી તે સરકાર ચલાવવાના છે.
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેની થઈ હતી ધરપકડ
અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે અનેક રાજકીય પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાજપ દ્વારા દ્વેષની રાજનીતિ કરવામાં આવી રહી છે. પરંતુ એ વાત ના ભૂલવી જોઈએ કે આની પહેલા પણ અનેક મુખ્યમંત્રીઓની ધરપકડ થઈ હતી. તાજેતરમાં થયેલી ધરપકડ અંગેની વાત કરીએ તો છે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન. 31 જાન્યુઆરી 2024ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને હમણાં તે ઈડીની કસ્ટડીમાં છે. જેલમાં જતા પહેલા તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર બીજાને સોંપ્યો હતો.
જયલલિતા પર લાગ્યો હતો ભ્રષ્ટાચારનો આરોપ
વધુમાં વાત કરીએ તો તામિલનાડુના AIADMK પાર્ટીના ભૂતપૂર્વ CM જયલલિતાની કે જેઓ પેહલા સિટીંગ CM હતા જેમની ધરપકડ કરવામાં આવી હતી. વાત છે સેપ્ટેમેબર 29 2014ની બેંગ્લોરની સ્પેશ્યલ કોર્ટે અપ્રમાણસર સંપત્તિના કેસમાં જયલલિતાને દોષિત જાહેર કર્યા હતા. અને જજ હતા જ્હોન માઈકલ ડી, કુન્હા કે જેમણે આ ચુકાદો આપ્યો હતો . જયલલિતાને 4 મહિનાની કેદ અને ૧૦૦ કરોડના દંડની સજા ફટકારી હતી. આ બાદ બેંગ્લોરની પારરપ્પન અગ્રહાર જેલમાંથી જયલલિથાએ તે વખતના નાણાંમંત્રી ઓ પનીરસેલ્વમને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. જોકે મે ૨૨ , ૨૦૧૫ ના રોજ કર્ણાટક હાઈકોર્ટે જયલલિતાને નિર્દોષ જાહેર કર્યા હતા આ બાદ ફરી તેઓ CM બની ગયા હતા .
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીને પણ જવું પડ્યું છે જેલમાં
ઉમા ભારતીને પણ જેલવાસ ભોગવવો પડ્યો હતો. મધ્યપ્રદેશના ઉમા ભારતીની ધરપકડ 2004માં કરવામાં આવી હતી. ધરપકડ થયા બાદ તેમણે પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. મહત્વનું છે કે આમની પર ભ્રષ્ટાચારને લઈ તેમને જેલ ના થઈ હતી પરંતુ બીજા આરોપમાં તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો. તેમની પર આરોપ લાગ્યો હતો કે તેમણે વર્ષ 1994માં કર્ણાટકના એક શહેરમાં આવેલી મસ્જિદ પર ધ્વજ ફરકાવ્યો હતો. આ ઘટના બાદ પરિસ્થિતિ વણસી હતી અને હિંસા પણ ફાટી નિકળી હતી. ઉલ્લેખનિય છે કે 10 વર્ષ બાદ તેમને સજા મળી હતી.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને પણ થઈ છે જેલની સજા
તે સિવાય બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવને પણ જેલમાં જવું પડ્યું હતું. 1990થી 1997 વચ્ચે બિહારના મુખ્યમંત્રી હતા. તેમની ધરપકડ 30 જુલાઈ 1996ના રોજ થઈ હતી. આ પહેલા 25 જુલાઈ 1996ના રોજ પટનાની સ્પેશિયલ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું અને તે બાદ લાલુ પ્રસાદ યાદવને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવને 2013માં ચારા કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તે સિવાય આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પણ ધરપકડ થઈ હતી. તે ઉપરાંત હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની પણ ધરપકડ કરવામાં આવી હતી. 2013માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.