જાણો જમશેદજી ટાટા બાદ સૌથી યુવા દાનવીર વિશે જેમણે પોતાની અડધી સંપત્તિનું કરી દીધું દાન


  • Published By :
  • Published Date : 2023-06-08 17:53:42

હમણા ફોર્બ્સની અમીરોની લિસ્ટ શેર થઈ હતી જેમાં બે ભાઈઓની વાત થઈ હતી જેમાંથી એક તો સૌથી યુવા બિલિયોનર હતા. એ પોતે કામથ બ્રધર. નિખીલ કામથે જાહેરાત કરી છે કે તે પોતાની કમાણીનો મોટો ભાગ દાન કરી દેશે. અને આ જાહેરાતની સાથે તે આવું કરનાર ભારતના ચોથા ભારતીય બની ગયા છે. અગાઉ અજીમ પ્રેમજી, કિરણ મજૂમદાર અને રોહિણી અને નંદન નીલેકણિ ગિવિંગ પ્લેજ લિસ્ટમાં શામેલ થઈ ચૂક્યા છે. ગિવિંગ પ્લેજ લિસ્ટ એક અભિયાન છે જે વોરેન બફેટ, બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેસ્ટે બનાવ્યું છે. જેમાં અબજોપતિઓ લોકો પોતાની અડધી સંપત્તિ દુનિયાની સુખાકારી માટે દાન કરે છે. 


 ફોર્બ્સની લિસ્ટમાં નીતિન કામથનું નામ  

હમણા ફોર્બ્સની લિસ્ટમાં નીતિન કામથનું નામ આવ્યું હતું ત્યારે તેમની સંપત્તિ 2.7 અરબ ડોલર એટલે કે 22 હજાર કરોડ હતી. ફોર્બ્સની લિસ્ટમાં તેમનું નામ દુનિયાના ધનવાનોમાં 1 હજાર 104ના સ્થાને આવ્યું હતું. તેમના ભાઈ નીખિલ કામતની સંપત્તિ 1.1 અરબ ડોલર એટલે કે 9 હજાર કરોડ હતી. લિંક્ડઈનમાં નિખિલ કામત હંમેશા પોતાના મજાકિયા સ્ટાઈલમાં જવાબ આપવા માટે ચર્ચામાં રહેતા હોય છે. તે ઝેરોધા કંપનીના સહ સંસ્થાપક છે જે શેર માર્કેટમાં કામગીરી કરે છે. ઝેરોધાની અડધી સંપત્તિ દાન થવાની છે તો તે કંપની વિશે પણ વાત કરી લઈએ. ઝેરોધા એક ફાઈનાન્સિયલ સર્વિસ આપતી ભારતીય કંપની છે. જે શેર માર્કેટમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે માટેનું એક માધ્યમ છે. નીતિન કામથે 2010માં કંપની સ્થાપી હતી. 


વર્ષ 2010માં નિખિલ કામતે શરૂ કરી ઝેરોધા કંપની!

કામથ ભાઈઓની વાત કરીએ તો તે બે દશકથી શેર બજારમાં સક્રિય રીતે કામ કરે છે. કામથ ભાઈઓ બેંગ્લોરમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં મોટા થયા. ખૂબ જ નાની ઉંમરે, તેણે શેરબજારમાં રસ લેવાનું શરૂ કર્યું. નીતિને શેરબજારમાં ટ્રેડિંગ કરવા માટે કોલેજ અધવચ્ચે જ છોડી દીધી. જ્યારે નિખિલે પોતાનો અભ્યાસ પૂરો કર્યો, ત્યારબાદ કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું. એક ઈન્ટરવ્યુમાં નિખિલ કહે છે કે તેમણે 17 વર્ષની ઉંમરે કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને દર મહિને 8 હજાર રૂપિયા પગાર મળતો હતો. તેઓએ સાથે મળીને 2010માં ઝેરોધા નામની કંપની શરૂ કરી હતી. 


ઝેરોધા કંપની શેરમાર્કેટ સાથે છે સંકળાયેલી! 

તેનો હેતુ શેરબજારમાં ટ્રેડિંગને સરળ અને સસ્તું બનાવવાનો હતો. વેબસાઈટ દ્વારા ડીમેટ ખાતું બનાવવું અને ટ્રેડિંગ કરવું સરળ બન્યું છે. ધીરે ધીરે કંપની ઉદ્યોગપતિઓમાં ફેમસ થવા લાગી. અને થોડા જ વર્ષોમાં, Zerodha ભારતની સૌથી મોટી રિટેલ બ્રોકરેજ કંપનીઓમાંની એક બની ગઈ. શેરબજાર ઉપરાંત, ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડ, વીમો, ડિજિટલ ગોલ્ડ સહિત ઘણી નાણાકીય સેવાઓ પણ પ્રદાન કરે છે. કંપની 60 લાખથી વધુ ગ્રાહકો હોવાનો દાવો કરે છે. ઝીરોધામાં દરરોજ 9 હજાર કરોડ રૂપિયાનો વેપાર થાય છે.


આની પહેલા પણ સંપત્તિનું કરી ચૂક્યા છે દાન!

એવું નથી કે પહેલીવાર તે દાન કરવા જઈ રહ્યા છે. અગાઉ પણ તે દાન કરી ચૂક્યા છે. 2022માં નીખીલ અને નીતિન કામથે 100 કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. ગિવિંગ પ્લેજ લિસ્ટમાં 50 ટકા સંપત્તિ દાન કરવાની હોય છે પણ એ તો તેમણે હાલ કરી છે. 50 ટકા સંપત્તિ દાન કરવા પહેલા તે યંગ ઈન્ડિયા ફિલેથ્રોપિક પ્લેજ પણ લઈ ચૂક્યા છે. એટલે કે અગાઉ સંપત્તિના 25 ટકાનો ભાગ દાન કરી ચૂક્યા છે. 




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..