ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મુશ્કેલી વધી રહેલી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ માટે પહેલાથી દાવોદારોની ભરમાર હતી ત્યારે હવે ગુજરાત કિસાન કોંગ્રેસના હોદ્દેદારોએ તેમાં ઝંપલાવ્યું છે. કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા ટિકિટ માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયા સહીત ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગી છે.
ગુજરાત કિસાન કોંગ્રેસના કયા નેતાઓએ માંગી ટિકિટ
ગુજરાત કિસાન કોંગ્રેસના અન્ય નેતાઓની વાત કરીએ તો પાલ આંબલીયાએ દ્વારકા બેઠક પર, કાલાવડ બેઠક પર કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગિરધર વાઘેલાએ દાવેદારી કરી છે. મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવા, કેશોદ બેઠક પર મનીષ નંદાણીયા, સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલા, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુક, પાલનપુર બેઠક પર ભરત કરેણ અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકિટ માંગી છે.