શું કોંગ્રેસના પાટણના MLA કિરીટ પટેલનું ધારાસભ્ય પદ જશે? જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-11 16:10:10

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું ધારાસભ્ય પદ પર જોખમ ઉભું થયું છે. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી વખતે કિરીટ પટેલે કેટલીક વિગતો છુપાવી હોવાનો તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગે 16 જૂનના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કારણે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.


સમગ્ર મામલો શું છે?


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે માહિતી ગુનાઈત માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે. પ્રાથમિક વિગતો અનુસાર 2022 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કેટલાક ગુનાઓની વિગત છુપાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ યુનિવર્સિટીમાં 1.50 કરોડની ઉચાપત, એક મારામારીના કેસની વિગત તેમજ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન એમ કે સ્કૂલ તેમજ જજ ની ગાડી સળગવામાં કથિત રીતે સામેલ હોવાની રજૂઆત અરજદારે કરી છે. અરજદાર પંકજકુમાર વેલાણીની અરજી ઉપર હાઈકોર્ટે કિરીટ પટેલ અને અન્યોને નોટિસ ઈસ્યૂ કરી છે. ધારાસભ્ય કિરીટ પટેલ સામે હાઈકોર્ટમાં અરજી થતા ખળભળાટ મચી ગયો છે. 


કિરીટ પટેલને લાગી શકે છે ઝટકો


પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આરોપ છે કે તેમણે લોક પ્રતિનિધિત્વ ધારાની વિવિધ કલમોનો ભંગ કર્યો છે. ધારાસભ્ય કિરીટ પટેલે માહિતી છુપાવીને ચૂંટણી જીતી છે, કિરીટ પટેલે ચૂંટણી દરમિયાન FIRની વિગતો જાહેર ન કરી હોવાથી હાઈકોર્ટમાં લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ કિરીટ પટેલને ગેરલાયક ઠેરવવાની માંગણી કરવામાં આવી છે. પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની બે ફરિયાદ નોંધાઈ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ સામે નોડલ ઓફિસરે આચારસંહિતા ભંગની બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. તેમણે રાત્રિ દરમિયાન સમય મર્યાદાથી વધુ સમય સભા કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. કિરીટ પટેલ સામે એવા ગુના છે જેમાં તેમને પણ રાહુલ ગાંધીની જેમ બે વર્ષથી વધુની સજા પણ થઈ શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?