મંત્રાલયમાં ફેરફારએ શું સજા છે?, પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-19 17:44:39

કાયદા મંત્રાલયમાંથી હટાવવા પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે કાયદા મંત્રીના પદ પર રહીને તેમણે કોઈ ભૂલ કરી નથી. એક મંત્રાલયમાંથી બીજા મંત્રાલયમાં શિફ્ટ થવું એ સામાન્ય પ્રક્રિયા છે. રિજિજુ આજે 19 મે, શુક્રવારની સવારે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ચાર્જ લેવા પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે આ વાત કરી હતી.


કિરેન રિજિજુએ આપી પ્રતિક્રિયા 


ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, કિરેન રિજિજુએ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળ્યા બાદ કહ્યું કે, 'વિપક્ષ ચોક્કસ મારી ટીકા કરશે... કોઈ વિપક્ષ મારા વખાણ નહીં કરે, આમાં કંઈ નવું નથી, તેઓ ચોક્કસ મારી વિરુદ્ધ બોલશે. આ પરિવર્તન કોઈ ભૂલને કારણે થયું નથી. આ ફેરબદલ પ્રેમથી થયો છે….મંત્રાલય બદલાવ એ કોઈ સજા નથી, આ સરકારની યોજના છે, આ એક સામાન્ય બાબત છે, તે પીએમ મોદીનું વિઝન છે...’


રિજિજુને હટાવાતા રાજકારણ ગરમાયું હતું 


અત્રે ઉલ્લેખનિય છે કે 18 મેના રોજ કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેબિનેટ ફેરબદલને મંજૂરી આપી હતી. રિજિજુને કાયદા મંત્રાલયમાંથી પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જ્યારે, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયનો સ્વતંત્ર હવાલો પણ આપવામાં આવ્યો હતો.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..