કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. નકલી પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગને જમ્મુ-કાશ્મીર પોલીસે ઝડપી પાડ્યો હતો. તે ઉપરાંત માજી મંત્રીના ભાઈનું ઘર પચાવી પાડવાનો આરોપ પણ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ પર લગાવવમાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરથી કિરણ પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક ફરિયાદ કિરણ પટેલ વિરૂદ્ધ કરવામાં આવી છે. આ વખતે કિરણ પટેલે ઈવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે ઠગાઈ કરી છે.
ઈવેન્ટ કંપનીમાં કામ કરતા વ્યક્તિએ નોંધાવી ફરિયાદ!
જ્યારથી જમ્મુ-કાશ્મીર પોલીસે મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી હતી ત્યારથી તેઓ ચર્ચામાં છે. નકલી પીએમઓ બની બેઠેલા કિરણ પટેલ વિરૂદ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વધુ એક ફરિયાદ કિરણ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વખતે ઈવેન્ટ કંપનીમાં કામ કરતા એક વ્યક્તિે ફરિયાદ કરી છે.
3.51 લાખની છેતપીંડી કર્યા હોવાની નોંધાવી ફરિયાદ!
કિરણ પટેલે આ ઈવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે જી-20માં કામ અપાવવાનું કહીને મોટી મોટી હોટલોમાં કિરણ પટેલે મીટીંગ કરી હતી. ઉપરાંત જમ્મુ-કાશ્મીરની ફાઈવ સ્ટાર હોટલમાં પણ કિરણ પટેલ રોકાયો હતો જેનું બિલ પણ ચૂકવ્યું હતું. કિરણ પટેલે 3.51 લાખની છેતરપીંડિ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાર્દિક ચંદારાણાએ ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.