મહાઠગ કિરણ પટેલની કરમ કુંડળી પાછળ ખરેખર જવાબદાર કોણ, તેને Z+ સુરક્ષા શા માટે, સરકાર ચૂપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-03-18 22:14:38

દેશભરમાં મહાઠગ  કિરણ પટેલના નામની ચર્ચા થઈ રહી છે. સામાન્ય માણસથી લઈને ઉચ્ચ અધિકારીઓ અને મીડિયા અને સોસિયલ મીડિયોમાં કિરણ પટેલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કેટલાક લોકો કિરણ પટેલના નામે મજાક ચલાવી રહ્યા છે, પણ ખરેખર આ મજાકની બાબત છે ખરી? કિરણ પટેલ પોતાની જાતને PMOનો એડિશનલ ડાયરેક્ટર બતાવીને રોફ જમાવતો હતો. કાશ્મિરમાં  સેનાના કાફલા સાથે અત્યંત બુલેટપ્રુફ વાહનોના કાફલા સાથે સંવેદનશીલ ઉરી સેક્ટર સુધી પહોંચી ચુકેલા આ શખ્સને હળવાશથી કેવી રીતે લઈ શકાય?  


મોટા માથાઓ સાથે ઓળખાણ


કિરણ પટેલ ગુજરાતના પત્રકારો, બ્યુરેક્રેટ્સ, રાજકારણીઓ, પ્રદિપસિંહ જાડેજા, સંજય જોશીનો ખાસ હતો. કિરણ પટેલની વાકછટા તો એવી છે કે ભલભલા ગોથા ખાઈ જાય, કિરણ પટેલની વાકછટામાં ગુજરાતના અનેક મોટા નેતાઓ, અધિકારીઓ, પોલીસ ઓફિસર્સ અને સેલિબ્રિટીઓ પણ ફસાયાનું જાણવા મળે છે. તે ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ પર જબરદસ્ત પકડ ધરાવતો હતો. તેના સિંધુ ભવન સ્થિત જગદીશપુરમ સ્થિત ઘરમાં યોજાયેલી હાઉસ વોર્મિંગ પાર્ટીમાં રાજકારણીઓ, અધિકારીઓ અને સિનિયર જર્નાલિસ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકો તેની સાથે સંબંધ હોવાનો ગર્વ અનુભવતા હતા. વર્ષોથી ઠગાઈ આચરતા આ શખ્સ પર કોઈને શંકા પણ કેમ ન ગઈ તે પણ ચર્ચાનો વિષય છે. હદ તો ત્યાં થઈ ગઈ કે તેને સરકારે ઝેડ પ્લસ સુરક્ષા મળી ગઈ. 


ભાજપના નેતાઓ સાથે શું સંબંધ?


કિરણ પટેલ લોકોને પ્રભાવિત કરવા માટે તેની વાકછટા ઉપરાંત ભાજપના નેતાઓ સાથે નજીકના સંબંધ હોવાનું જણાવતો હતો. તેના ટ્વિટર હેન્ડલ પર PM મોદી,અમિત શાહ, પૂર્વ સીએમ આનંદી બહેન પટેલ, જેપી નડ્ડા સાથેના ફોટા છે. હવે સવાલ એ છે કે મહાઠગ કિરણ પટેલને ભાજપની આ ટોચની નેતાગીરી સાથે શું સંબંધ છે. હાઈ સિક્યુરીટી વચ્ચે રહેતા ભાજપના શિર્ષ નેતાઓ કોઈ જ સંબંધ વગર અજાણ્યા માણસ સાથે શું આટલી સરળતાથી અને હસતા મુખે ફોટા પડાવી શકે?


ઝેડ પ્લસ સુરક્ષા કેવી રીતે મળી?


કિરણ પટેલના કેસમાં સૌથી મોટો વિવાદાસ્પદ મુદ્દો એ છે કે છે કે તેને Z+ સુરક્ષા કેવી રીતે મળી? મોટા નેતાઓને પણ Z+ સુરક્ષા મળવી મુશ્કેલ છે ત્યારે આ વ્યક્તિને કેવી રીતે આટલી મહત્વની સુરક્ષા મળી શકી. સરકારે કોઈ પણ પ્રકારની તપાસ વગર કિરણ પટેલને ઝેડ-પ્લસ સુરક્ષા કેવી રીતે મળી. જામરવાળી અને બુલેટ પ્રૂફ ગાડીઓના કાફલા સાથે હાઈ સિક્યુરીટી વચ્ચે જમ્મુ અને કાશ્મિરના અનેક સંવેદનશીલ વિસ્તારોનો પ્રવાસ કર્યો છે. તેણે IAS અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુ-કાશ્મીરમાં Z+ સિક્યોરિટી મેળવી લીધી હતી. PMOના એડિશનલ ડિરેક્ટર હોવાનું કહીને છેલ્લાં 6 મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં ધામા નાખી હાઈફાઈ ફેસિલિટીનો લાભ ઉઠાવતો હતો. 


પોતાના બળે G-20નું આયોજન 


કિરણ પટેલે પોતાના બળે G20 ઇવેન્ટનું આયોજન કર્યું હતું. જે માટે તેણે હયાત હોટેલમાં આખી મિટિંગ કરી હતી. આ મીટિંગમાં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા. વળી આ G20 ઇવેન્ટમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંઘ તથા નિવૃત અધિકારી  IAS ઓફિસર એસ કે નંદા ઉપસ્થિત રહ્યા હતા. શું આ અધિકારીઓ પણ આ મહાઠગની વાતોમાં આવી ગયા કે પછી તેમના પર ઉપસ્થિત રહેવા માટેનું દબાણ હતું.?


કિરણ પટેલ સામે હળવી કલમો શા માટે?


મહાઠગ કિરણ પટેલે જ પ્રકારે ગુનો આચર્યો છે. સમગ્ર તંત્રની આંખમાં ધુળ નાખીને કાશ્મિરમાં છ-છ મહિના સુધી સરકારી ખર્ચે તાગડધિન્ના કર્યા છે છે. સુરક્ષાની દ્રષ્ટીએ કાશ્મિરના મહત્વના ઉરી સેક્ટરમાં ઝેડ પ્લસ સુરક્ષા સાથે ફરતા અને છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં અનેક લોકોને ઠગી ચુકેલા આ શખ્સ સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં આઈપીસીની કલમ, 419, 420, 467,468, 471નો સમાવેશ થાય છે. શું તેનો આ ગુનો કોઈ સામાન્ય પોકિટમાર જેવો છે. કેમ અત્યાર સુધી સીબીઆઈ, એનઆઈએ કે એટીએસએ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી. 

 


જગદીશપુરમ બંગલાનો માલિક કોણ?


મહાઠગ કિરણ પટેલ પહેલા અમદાવાદના સિંધુ ભવન સ્થિત જગદિશપુરમ બંગલામાં રહેતો હતો. તેણે આ મકાનનું રંગરોગાન કરાવીને ત્યાર બાદ તે તેમાં રહેવા ગયો હતો. આ મકાન ભાજપના કોઈ નેતાના ભાઈનું હોવાનું  કહેવાય છે. બાદમાં તેમણે આ મકાન ખાલી કરાવી દીધું હતું. હવે સવાલ એ છે કે આટલો સરસ બંગલો રહેવા માટે આપ્યું તે ભાજપના નેતા કોણ છે? શું તે પણ આ ઠગની વાતોમાં આવીને ભોળવાઈ ગયા હતા? 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.