અમદાવાદના જમાલપુરમાં કિન્નરો અને સ્થાનિકો વચ્ચે બબાલ, પોલીસે 4 લોકોની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-06-25 13:34:28

અમદાવાદના ચાર રસ્તા નજીક ગધાભાઇની ચાલીમાં ગઈ કાલે કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ બબાલ જૂની અદાવતમાં થઈ હોય તેવું સામે આવી રહ્યું છે. સ્થાનિકો અને કિન્નરો વચ્ચેની અથડામણમાં એક વાહનને અને ઘરને આગ લગાવવામાં આવી હતી. બબાલના પગલે ગાયકવાડ હવેલી, દાણીલીમડા, કાગડાપીઠ પોલીસ દોડી આવી હતી.  


જમાલપુરમાં કિન્નરોનો આતંક


જમાલપુરમાં સ્થાનિકો અને કિન્નરો વચ્ચે ઉગ્ર બબાલ બાદ ઘરમાં તોડફોડ, આગચંપી તેમજ વાહનો સળગાવામાં આવ્યા હતા. એક ઘરમાં પણ આગ લાગવતા ઘરનો સામના બળીને ખાખ થઈ ગયો હતો. જેના પગલે વિસ્તારમાં ભારે તંગદીલી સર્જાઈ હતી. આગની ઘટનાના પગલે સ્થાનિકોએ અને ફાયર વિભાગના જાણ કરતા ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કાગડાપીઠ સહિત દાણીલીમડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વર્ષથી કિન્નર ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે. અને અસમાજિક પ્રવૃતિ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા છે. 


4 લોકોની અટકાયત


સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. આ જૂથ અથડામણની ઘટનામાં પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા આ વિસ્તારોમાં હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?