પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટી, પાંચ વર્ષ જુના સંબંધના કરૂણ અંતનું આ છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-03-10 19:40:14

ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર વાયુવેગે ફેલાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે કિંજલ દવેએ પાંચેક વર્ષ અગાઉ અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ પોતાના બાળપણના મિત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. કિંજલ દવે અને પવન જોશીની સગાઈની વીધી તેમનાં ગામડે ખૂબ જ સાદગીથી થઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે સુરીલી ગાયિલા અને રૂપકડી કિંજલ દવે રાજ્યમાં વિશાળ ચાહક વર્ગ ધરાવે છે. 


સાટા પદ્ધતિથી થઈ હતી સગાઈ


કિંજલ દવે અને તેના ભાઈ આકાશની સગાઈ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 


બંને વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ સારું હતું


કિંજલ દવે અને તેના ફિયોન્સ પવન જોશી વચ્ચે બોન્ડિંગ ખૂબ જ સારું હતું. બંને એકબીજા સાથે ખૂબ જ હળીમળીને રહેતા હતા. સગાઈ બાદથી પવન અને કિંજલ સાથે દરેક પ્રોગામમાં કે કોઈપણ પ્રકારની ટ્રીપમાં સાથે જ જોવા મળતા હતા. તેમની દુબઈની ટ્રીપની તસવીરોએ પણ બહુ જ ચર્ચા જગાવી હતી. 


સો.મીડિયા એકાઉન્ટ પરથી તસવીરો હટાવી


કિંજલ દવેએ પાંચ વર્ષ દરમિયાન ફિયાન્સ પવન જોશી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિયાન્સની તમામ તસવીરો હટાવી દીધી. એટલુ જ નહિ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ કર્યા હોવાની માહિતી સામે આવી છે. તે જ પ્રકારે પવન જોશીએ પણ તેનું ઈન્સ્ટા એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાખ્યું છે.


કોણ છે કિંજલ દવે?


કિંજલ દવેનો જન્મ  20 નવેમ્બર 1999 ના દિવસે ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને પ્રખ્યાત બનાવી દીધી છે. કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. આ આલ્બમથી કિંજલ દવે રાતોરાત સેલિબ્રિટી બની ગઈ હતી.


પવન જોષી કોણ છે?


કિંજલ દવેની જેની સાથે સગાઇ કરવામાં આવી હતી તે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પવન જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. પવન જોષીને મોડેલિંગ ફોટોનો ખૂબ શોખ છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?