કિંગ ઓફ સાળંગપુરની 54 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાયું, દાદાને દર્શને માનવ મહેરામણ ઉમટ્યું


  • Published By :
  • Published Date : 2023-04-05 22:57:16

સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજન દેવ મંદિર પરીસરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ લાખ્ખો શ્રદ્ધાળુંઓની ઉપસ્થિતિમાં મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ સહિત અન્ય સંતો દ્વારા હનુમાન દાદાની પંચધાતુની આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  54 ફુટ ઉંચી દાદાની મૂર્તિના શ્રદ્ધાળુંઓએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. સાત કિમી દુરથી આ વિશાળકાય મૂર્તિના દર્શન થઈ શકશે. હનુમાનજીની આ મહાકાય મૂર્તિને હરિયાણાના માણેશ્વરમાં તૈયાર કરવામાં આવી હતી. જે બાદ તેના અલગ અલગ ભાગને બાય રોડ લાવવામાં આવ્યાં હતા. જેને જોઈન્ટ કરવાનું કામ લગભગ છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું હતું.


વિવિઘ કાર્યક્રમોનું આયોજન


હનુમાનની મૂર્તિના અનાવરણ બાદ સાળંગપુર ધામનો મહિમા દર્શાવતો ભવ્ય શો યોજાયો હતો. તેમજ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા જોરદાર દૃશ્યો પ્રસ્તુત થયાં હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓની ઉપસ્થિતિમાં 13 મિનિટના શોમાં સાળંગપુરની સમગ્ર કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. અહીં લોક ગાયક કલાકાર ઓસમાન મીર અને નિર્મલદાન ગઢવીએ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. 


દાદાની મૂર્તિની આ છે વિશેષતા


-72 ફૂટ લાંબા, 72 ફૂટ પહોળા અને 25 ઉંચા બેઝ પર દાદાની મૂર્તિ વિરાજિત કરાઈ છે. -આ બેઝ તૈયાર થતાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

-50 હજાર ઘનફૂટ સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘન ફૂટ લાઇમ કોંક્રિટથી -ફાઉન્ડેશન બનાવ્યું છે અને 4 હજાર ઘનફૂટ વ્હાઇટ માર્બલથી બેઝ પર લગાવાયો છે. -આ વ્હાઇટ માર્બલ મકરાણાથી મંગાવાયા હતા.

-બેઝની વૉલ પર નાગરાદિ શૈલીનું કોતરણીકામ કરાયું છે. બેઝની ફરતે દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે. આ બૅઝ 200-300 વર્ષ સુધી અડીખમ રહેશે.

-મૂર્તિના બેઝની ફરતે કુલ 36 દેરી બનાવાઇ છે. આ દેરીની સાઇઝ 15.6 x15.6 ફૂટ છે અને દેરીના ધુમટની સાઇઝ 9.6 x 8.3 ફૂટ છે.

-36 દેરીમાં કુલ ચાર-ચાર સ્તંભ છે. એક દેરીમાં 425 ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થયો. દેરી માટે પથ્થર રાજસ્થાનના બંસી પહાડપુરથી મંગાવાયો છે.

-મૂર્તિની સામે 64,634.22 સ્ક્વેર ફીટમાં ગાર્ડન બનાવાયો છે.

-હનુમાનજી મહારાજનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે જ્યારે દાદાનો મુગટ 7 ફૂટ ઊંચો અને 7.5 ફૂટ પહોળો છે. 

- દાદાની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે અને હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ  પહોળા છે જ્યારે પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. પગનાં         કડાં 1.5 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ પહોળાં છે

-હનુમાનજી મહારાજના આભૂષણ 24 ફૂટ લાંબા 10 ફૂટ પહોળા છે.

-'કિંગ ઓફ સાળંગપુર' 7 કિમી દૂરથી દેખાશે 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?