હિંમતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા, ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-11-15 14:53:29

ગુજરાત અને દેશભરમાં દિવાળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જો કે સાબરકાંઠાના હિંમતનગરના એક ગામમાં તહેવારના દિવસે નજીવી બાબતે એક વૃધ્ધની હત્યા થતાં આનંદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. નવા ગામમાં સાત લોકોએ ફટાકડા ફોડવા મામલે વૃધ્ધ સાથે મારામારી કરતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડી આવી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ જ પ્રકારની ઘટના અમદાવાદમાંના રામોલ વિસ્તારમાં પણ બની હતી. 


સિવિલ હૉસ્પિટલમાં મોત


સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા,  ત્યારે એક વૃધ્ધે તેમને દુર જઈને ફટાકડા ફોડવાનું કહેતા મામલો વણસ્યો હતો. રાત્રીના સમયે ફટાકડા ફોડવા જેવી નજીવી થયેલી તકરાર ઉગ્ર બની હતી. ફટાકડા ફોડી રહેલા લોકો પૈકીના સાત જણાએ વૃધ્ધ સાથે ગાળાગાળી અને  મારામારી કરી હતી. પરિસ્થિતી એટલી વણસી કે તે વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે સારવાર દરમિયાન જ તે વૃધ્ધનું મોત નિપજ્યું  હતું. 


7 લોકોની ધરપકડ


વૃધ્ધના મોત બાદ મૃતકની પુત્રીએ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતકની દીકરીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તે સાત લોકોની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે સાતેય આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યાં હતા. નવા ગામની આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. 


અમદાવાદના રામોલમાં હત્યા


અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. 4 વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?