રાજકોટમાં કાતિલ ઠંડીના કારણે વિદ્યાર્થિનીના મોત બાદ સરકાર સફાળી જાગી, કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-18 17:21:37

રાજકોટમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનું કાતિલ ઠંડીના કારણે મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા નામની વિદ્યાર્થી સ્કૂલની અંદર અચાનક બેભાન થઈને તે ઢળી પડી હતી બાદમાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો અને કડકડતી ઠંડીમાં શાળાઓનો સમય બદલવાની માગ ઉઠી હતી. 


રાજ્ય સરકારે શું જાહેરાત કરી?


હાંડ થીજવતી ઠંડીના કારણે વિદ્યાર્થિની રિયાને હાર્ટ એટેક આવ્યો અને તરત જ ટ્રિટમેન્ટ ન મળતા તેનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રાજકોટના શિક્ષણાધિકારી સાથે બેઠક કરી હતી અને શાળાઓ તેમની મરજી મુજબના સ્વેટર પહેરવા વિદ્યાર્થીઓને આગ્રહ ન કરે તેવી પણ ટકોર તેમણે કરી હતી.


AMC સ્કૂલ બોર્ડે કર્યો સમયમાં ફેરફાર


વધતી ઠંડીને લઈને AMC સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યાર સુધી સ્કૂલનો સમય સવારે 7.30 કલાકનો હતો ત્યારે ઠંડીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 8 વાગ્યે જઈ શકશે. સવારે વિદ્યાર્થીઓ 7.30 કલાકને બદલે જો 8 વાગ્યે સ્કૂલ પહોંચે તો વિદ્યાર્થીઓને શિક્ષક ઠપકો ન આપે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.


રાજકોટની શાળાનો સમય સવારે 8 વાગ્યાનો


રાજકોટની તમામ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા આદેશ અપાયો છે. તમામ સ્કૂલનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશ કરાયો છે. DEOની ટીમ આવતીકાલથી સ્કૂલના સમય ફેરફારના અમલીકરણનું ચેકિંગ કરશે. ગઈકાલે રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. ઠંડીમાં હાર્ટ એટેક આવવાથી વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ વાલીઓએ પણ સ્કૂલોનો સમય 8 વાગ્યાનો કરવા માગ કરી હતી. 


કચ્છની શાળાઓનો સમય બદલાયો


કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી સમયમાં ફેરફાર રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?