અપહરણ, દોઢ કરોડની ખંડણી અને પછી હત્યા... યશ તોમરની મર્ડર મિસ્ટ્રી ઉકેલવામાં અંજાર પોલીસને મળી સફળતા


  • Published By :
  • Published Date : 2023-11-22 16:51:06

કચ્છના અંજાર શહેરમાં એક 19 વર્ષીય યુવાનનું અપહરણ અને હત્યાની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. જો કે હવે આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસે અથાક મહેનત બાદ 19 વર્ષના યશ સંજીવ કુમાર તોમરની હત્યાના આરોપીઓની ધરપકડ કરી છે. અંજારના મેધપર-બોરીચી પાસેથી યશનું અપહરણ થયું હતું. યુવક તો ઘરે પરત નહોતો ફર્યો, પરંતુ અજાણ્યા શખ્સોએ યુવકના પરિવારને ફોન કરીને દોઢ કરોડની ખંડણી માગી હતી. જે બાદ યુવકના પરિવારે પોલીસને જાણ કરી હતી. તો, અપહરણ થયેલા યુવકનો હવે મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો અને પોલીસે પણ હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી.


પોલીસે ચેક કર્યા CCTV ફુટેજ


યશ તોમરના અપહરણ અને હત્યાની ઘટના બાદ કચ્છમાં સનસનાટી મચી ગઈ હતી. થ્રિલર ફિલ્મને ટક્કર આપતી મર્ડર મિસ્ટ્રી ઉકેલવા માટે પોલીસ પર પણ આ કેસને લઈ ભારે દબાણ હતું. પોલીસે પ્રાથમિક તપાસના ભાગ રૂપે સમગ્ર શહેરના 350 સીસીટીવીનો 1200 જીબી ડેટા ફંફોળ્યો હતો. CCTV ચેક કરતા એક ફુટેજમાં યશ તોમર તેના મિત્ર સાથે કોલેજ બેગ લઈને સ્કુટી પર જતો જોવા મળે છે. આ તેનો છેલ્લો સીસીટીવી ફુટેજ હતો, યશ સાથે  ત્યાર બાદ તેનું અપહરણ થઈ ગયું હતું. યશ સાથે સ્કુટીમાં જે શખ્સ હતો તેનું નામ રાજેન્દ્ર કુમાર કલારિયા હતું. પોલીસે તેની અટકાયત કરતા અંતે તેણે ગુનો કબુલી લીધો હતો. યશની હત્યામાં અન્ય એક વ્યક્તિ પણ સામેલ હતી. ત્યાર બાદ પોલીસે યશનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે એક અજાણ્યા સ્થળનો વિડિયો મળ્યો હતો. જેમાં તે બોલી રહ્યો હતો કે હું ફસાઈ ગયો છું, પોલીસે આ સ્થળ શોધી કાઢ્યું હતું તે સ્થળ ગાંધીધામના પંચમુખી હનુમાન મંદિર નજીક હતું. પોલીસે તે સ્થળે ખાડો ખોદતા ત્યાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. 



શા માટે કરી હત્યા?


પોલીસે હત્યાના આરોપી રાજેન્દ્ર કુમાર ઉર્ફે રાજુ નરસી કલારિયા સાથે કિશન માવજીભાઈ માહેશ્વરીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ અપહરણ અને ખંડણીનો પ્લાન બહું લાંબા સમય પહેલા જ બનાવી લીધો હતો. ગાંધીધામમાં રહેતો રાજેન્દ્ર કુમાર સીટ કવર રિપેરિંગનું કામ કરે છે, તેને ધંધામાં નુકસાન થઈ ગયું હતું, ગાડીઓ પણ વેચાઈ ગઈ હતી અને ધંધો પણ બંધ કરવો પડ્યો હતો. તેના પર દેવું વધી ગયું હતું. રાજેન્દ્રએ દેવામાંથી છુટકારો મેળવવા માટે કિડનેપિંગનું ષડયંત્ર રચ્યું હતું. આરોપી રાજેન્દ્ર કુમાર તોમરના પરિવારનો પરિચિત હતો. આજથી છ વર્ષ પહેલા બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. એટલે બંને પરિવારજનો એકબીજાને ઓળખતા હતા, જેથી યશ પણ રાજેન્દ્રને ઓળખતો હતો. પોલીસે હત્યા અંગે ખુલાસો કરતા જણાવ્યું કે યશ તોમરના વેપારી પિતા આર્થિક રીતે સધ્ધર હોવાથી તેણે ખંડણી માટે યશનું અપહરણ બાદ તેની હત્યા કરી નાખી હતી. તેણે ડમી સીમકાર્ડ દ્વારા યશની મમ્મીને કોલ કર્યો હતો અને 1.5 કરોડની ખંડણી માંગી હતી. બંને આરોપીઓનો પ્લાન હતો કે પૈસા મળતા જ તે બંને ફરાર થઈ જશે. જો  કે ખંડણીના પૈસા મળે તે પહેલા જ હાઈ પ્રોફાઈલ કેસનો કોયડો ઉકેલી નાંખ્ય હતો.  



પોલીસની મહેનત રંગ લાવી


અંજાર પોલીસે છેલ્લા 15 દિવસથી વિવિધ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજની ઉલટ તપાસ શરૂ કરી હતી.સુધી મેઘપર, બોરિચી, આદિપુર જીઆઈડીસી વિસ્તાર, મણિનગર, આદિપુર બસ સ્ટેશન રોડ, સહિતના 10 કિમી વિસ્તારના 350 જેટલા સીસીટીવી કેમેરાના ફુટેજ ખંગાળ્યા હતા. આ કેમેરામાં 1200 જીબી ડેટા એકત્રિત કર્યા હતા. પોલીસની આકરી મહેનત અંતે રંગ લાવી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળ રહી હતી.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?