ખોડલધામ આસ્થાનું કેન્દ્ર કે રાજકીય અખાડો, મંદિરમાં રાજકીય ચર્ચાઓ શા માટે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:18:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષ પાટિદાર વોટબેંકને પોતાની તરફ આકર્ષવા પ્રયાસો કરી રહ્યો છે. પાટીદાર સમાજના નેતાઓ સાથે બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત ખોડલધામ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક છે અને વિખ્યાત ધર્મસ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દેશ-વિદેશના હજારો - લાખો લેઉવા પટેલ દર્શનાર્થે આવે છે. અન્ય ધર્મના લોકો પણ આસ્થા-શ્રધ્ધા ધરાવે છે અને દર્શનાર્થે આવે છે. કોઈ પણ સામાજીક કે રાજકીય કાર્યક્રમો વખતે પણ નેતાઓ અને સામાજીક આગેવાનો માથું ટેક્વવા જતા હોય છે. લેઉવા પટેલ સમાજના મતદારોને રીઝવવા માટે ચૂંટણી વખતે નેતાઓની મુલાકાતો વધી જતી હોય છે.


ચૂંટણી પહેલા કયા નેતાઓએ  લીધી ખોડલધામની મુલાકાત


ખોડલધામ ભલે ધાર્મિક યાત્રા ધામ હોય પણ તે રાજકીય મેળાવડાનું પણ કેન્દ્ર સ્થાન રહ્યું છે. ગુજરાતના તમામ રાજકીય પક્ષોના નેતાઓ ખોડિયાર માતાના દર્શનના બહાને આ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા આવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની તો અહીં રજતતુલા થઈ હતી. ખોડલધામમાં સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મંદિરમાં પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી. તે ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ અગ્રણી કોંગ્રેસ નેતાઓ સાથે મંદિરની મુલાકાત લીધી હતી અને સમાજના અગ્રણી નરેશ પટેલ સાથે બંધબારણે ચર્ચા કરી હતી. આજે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ખોડલધામની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી ઓક્ટોબરે ખોડલધામની મુલાકાત લે તેવી શક્યતા છે.


રાજકીય અખાડો બન્યું ખોડલ ધામ


ખોડલધામ લાખો પાટીદારોનું જ નહીં પણ અન્ય જાતિઓનું પણ આસ્થા કેન્દ્ર છે ત્યારે સવાલ એ થાય કે આ પવિત્ર યાત્રાધામનો ઉપયોગ રાજકીય અખાડા તરીકે કરવો કેટલો યોગ્ય છે. શા માટે તમામ રાજકારણીઓની મિટીંગો આ યાત્રાધામમાં જ કરવામાં આવે છે. મંદિર રાજકીય ચર્ચાનું સ્થળ થોડું છે? ત્યારે મંદિરના વહીવટકર્તાઓને એક જ સવાલ પુછવાનું મન થાય કે મંદિરની તો મર્યાદા રાખો?




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?