આપણે અનેક વખત કૌભાંડોની વાતો સાંભળતા હોઈએ છીએ. અલગ અલગ રીતે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. અવાર નવાર નવીન પ્રકારના કૌભાંડો સામે આવતા રહે છે. ત્યારે ખેડાથી કિડની કૌભાંડ સામે આવ્યું છે. અલગ અલગ કૌભાંડો આચરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યભરમાં કિડની કૌભાંડને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે.
જુગારની એટલી બધી લત હતી કે કિડની વેચવા પણ તે રાજી થઈ ગયો
ખેડા જિલ્લાના ભુમસ ગામની અચાનક ચર્ચા થવા લાગી એક અરજીને કારણે. જેમાં કિડની કઢાવવાની વાતો હતી, એ અરજી કરનાર હતા ગોપાલ પરમાર. તેમને હતી જુગારની લત, લત એવી કે હારી જતા તો પણ જુગાર રમવાનું ન છોડતા. જુગારમાં પહેલા માતા-પત્નીના ઘરેણાં વેચ્યા, પછી જેનાથી કમાતો એ રીક્ષા વેચી અને પછી જેમાં રહેતો એ ઘર વેચ્યું, અને કીડની વેચવા પણ રાજી થઇ ગયો- એ પહેલા વ્યાજે રૂપિયા લેવાનું શરૂ કર્યું, જેમાં તેને ખેતીની જમીન ગીરવે લેવી હતી પણ તેની પાસે જ પૂરતા પૈસા નહતા. એટલે તેને 20 હજાર વ્યાજે અશોક પરમારે આપ્યા, પણ ચૂકવી ન શકતા તેણે અશોક પરમારનો સંપર્ક કરી પોતાની કિડની વેંચવાનું કહ્યું.
કિડની ખરીદનારની શોધમાં પહોંચ્યા પશ્ચિમ બંગાળ
કિડની વહેંચવાની વાત આવતા અશોકે ના પાડી. પછી તેને થોડા રૂપિયાની લાલચ આપવામાં આવી. કિડની વેચવા માટે સંપર્ક શોધવા કહ્યું, કિડની ખરીદનારની શોધમાં બને ગયા પશ્ચિમ બંગાળ. ત્યાં કિડની ખરીદનાર મળ્યો એક મહિનો તેના ખર્ચે રહ્યા અને પછી તક મળતા 1 લાખ રૂપિયા પહેલા ટ્રાન્સફર કરાવડાવ્યા અને પછી આવી ગયા ખેડા, અને બંગાળના પેલા ઠગ હજી શોધી રહ્યા છે,
આ અંગે પોલીસ કરી રહી છે તપાસ
1 લાખ રૂપિયા લઇ ભાગી આવ્યા, ગોપાલે 60,000 પોતાની પાસે રાખ્યા, અશોકને 40,000 આપ્યા તો પછી ગોપાલ કેમ પોલીસ પાસે ગયો? પોલીસને આ અંગેની જાણ કરી. આ બાદ પોલીસે તપાસ કરી અને આખો મામલો અત્યાર પૂરતો કાબુમાં છે, પ.બંગાળના એ લોકો જેણે કિડની ખરીદવાની વાત કરી તેની પણ શોધ ચાલુ છે, સાથે જ ગોપાલ-અશોક બંને સામે પગલાં લેવાશે, પણ એ છે એક જુગારીએ બદલો લેવા આખા ગામની પોલીસને દોડતી કરી દીધી છે.