એક સમય હતો જ્યારે ભાજપના નેતાઓ માટે કહેવામાં આવતું કે ભાજપના નેતાઓ પોતાની સરકાર સામે અવાજ નથી ઉઠાવી શકતા. પરંતુ હવે સમય બદલાયો છે કારણ કે ભાજપના ધારાસભ્યો પોતાની સરકારને, અધિકારીઓને સવાલ કરી રહ્યા છે. સિસ્ટમમાં ગેરરીતિ થતી હોય તો સવાલ ઉઠાવી રહ્યા છે, મુખ્યમંત્રી તેમજ મંત્રીને તે પત્ર લખી રહ્યા છે. ત્યારે વધુ એક ધારાસભ્યએ કુંવરજી બાવળીયાને પત્ર લખ્યો છે. માતરના ધારાસભ્યએ મંત્રીને પત્ર લખ્યો છે.
એક બાદ એક ધારાસભ્યો લખી રહ્યા છે પત્ર
લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પણ ભાજપના નેતાએ પોતાની જ પાર્ટીની સામે મેદાને પડ્યાં હતા.. અથવા તો કોઈ નેતા સરકારમાં કે સિસ્ટમમાં ચાલતી ગેરરિતીને લઈને જાહેરમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા હતા... ત્યારે વધુ એક ધારાસભ્યએ પત્ર લખી અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે મંત્રી કુંવરજી બાવળિયાને આ પત્ર લખ્યો છે જે બાદ ચર્ચાઓનો માહોલ જામ્યો છે. ખેડામાં સિંચાઇનું પાણી ના મળતા ધારાસભ્યે મંત્રીને પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. કેનાલોમાં પાણી છોડવાની પત્રમાં રજૂઆત કરાઈ છે.
ધારાસભ્યએ પત્રમાં કરી આ રજૂઆત
માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખ્યો છે. પત્રમાં કલ્પેશ પરમારે અધિકારીઓની કામગીરી સામે સવાલ ઊભા કરીને ખેડામાં સિંચાઇનું પાણી ના મળતા હોવાની ફરિયાદ કરી છે. ધારાસભ્યે પત્રમાં લખ્યું કે, અધિકારીઓના આયોજનના અભાવે માતર, વસો અને ખેડા તાલુકામાં કેનાલોમાં પાણી છોડવામાં આવ્યા નથી. ધારાસભ્યે પત્રમાં રજૂઆત કરી કે, મારો મતવિસ્તાર માતર વિધાનસભા અને મારી સોજીત્રા વિધાનસભા તે મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર છે. મારા કાર્યાલય પર ખેડૂતો પાણીની માંગણીઓ કરવા માટે સતત આવી રહ્યા છે.....
વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી કરી માગ
ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરી કે, હાલમાં ડાંગરના ધરુંને પાણીની ખૂબ જરૂર હોય છે અને તે સિંચાઇનાં પાણીથી તૈયાર થાય છે. મેં પહેલા અધિકારીઓને જાણ કરી અને આયોજન કરવા સૂચન કર્યું પણ હજી સુધી કોઈ કામગીરી થઈ નથી, જેથી મારે આપશ્રીને પત્ર લખવો પડ્યો છે અને વહેલી તકે પાણી છોડવામાં આવે તેવી અમારી માગણી છે.....
અનેક ધારાસભ્યો આની પહેલા લખી ચૂક્યા છે પત્ર
મહત્વનું છે કે આવા પત્ર પહેલી વાર નથી લખવામાં આવ્યા.. આની પહેલા વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.... જાહેરમંચ પર પત્રો લખી રહ્યાં છે અને સિસ્ટમની પોલ ખોલી ખામીઓ દર્શાવી રહ્યાં છે....
જાહેર મંચ પરથી પોતાના મનની વાત કરવા અપાઈ છે સૂચના
અગાઉ ભાજપે નેતાઓના પ્રજાવત્સલ બનવા પર રોક લગાવી હતી... કેમ કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપે તમામ સાંસદોને ગાંધીનગર બોલાવી બેઠક કરી...મનની વાત જાહેર મંચ પર કહેવાને બદલે યોગ્ય સ્થળે રજુઆત કરવા ભાજપ સાંસદોને સલાહ આપવામાં આવી છે.... છતાંય હજુ નેતાઓ જે અવાજ ઉઠાવી રહ્યાં છે તે જાહેરમાં આવી રહ્યાં છે.... ભાજપના નેતાઓ ભાજપ સામે નહીં પણ પોતે બનાવેલી સિસ્ટમ સામે લડી રહ્યાં છે.... મહત્વની વાત એ છે કે શું ભાજપની સરકાર અધિકારીઓની મનમાની પર રોક લગાવી શકશે.... બીજી વાત એ કે,નેતાઓ જનતાની ફરિયાદો પહોંચાડી રહ્યાં છે સરકાર સુધી તેનું નિરાકરણ પણ આવુ જોઈએ.....