ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, આ ખરીફ પાકોની થશે ટેકાના ભાવે ખરીદી, શું છે ભાવ જાણો


  • Published By :
  • Published Date : 2023-09-24 16:12:38

રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર  ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ  કૃષિ મંત્રીએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં આગામી તા. 21મી ઑક્ટોબરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 6364 કરોડના કિંમતની 9.98 લાખ મે. ટન મગફળી તેમજ રૂ. 420 કરોડની 91,343 મે. ટન સોયાબીનની ખરીદી કરશે.


આવતી કાલથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી શરૂ


કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં 21મી ઑક્ટોબરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. અને 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. 21મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવામાં આવશે.


આ ટેકાના ભાવે થશે ખરીદી


રાજ્ય સરકારે કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. 6364.24 કરોડ મૂલ્યની 9.98 લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. 420 કરોડ મૂલ્યના91,343 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન કર્યું છે.


ભારત સરકારે શું ટેકાના ભાવ જાહેર કર્યા?


અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 6377 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8558 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 6950/- પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. 4600 પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?