માધવસિંહ સોલંકીને 1985માં 182માંથી અધધધ 149 બેઠક જીતાડનારી KHAM થિયરી શું હતી? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-20 12:42:38


बुलंदी देर तक किस शख़्स के हिस्से में रहती है
बहुत ऊँची इमारत हर घड़ी खतरे में रहती है


ગુજરાતમાં જોવા મળી રહેલા ચૂંટણી માહોલે મુનવ્વર રાણાની આ કાવ્ય પંક્તીઓ યાદ કરાવી દીધી. ભાજપના નેતાઓ તેના 27 વર્ષના શાસનને ટકાવી રાખવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ખુદ વડાપ્રધાન મોદી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી અભિયાન ચલાવી રહ્યા છે. ભાજપ સામે જોવા મળી રહેલી એન્ટી ઈન્કમ્બસીનો ફાયદો લેવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા છે. કેજરીવાલને પણ આ ટાણે આંકડે મધ દેખાઈ રહ્યું છે. હવે જોવાનું એ છે કે ગુજરાતની પ્રજા કઈ પાર્ટીને બહુમતીથી જીતાડે છે. જો કે કોઈ પણ સત્તા કાયમી નથી હોતી તે પણ એક નક્કર સત્ય છે. ગુજરાતમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે વર્ષ 1985માં 182માંથી 149 બેઠક જીતી હતી, આ રેકોર્ડ આજે પણ તુટ્યો નથી. જો કે આ જ માધવસિંહ સોલંકીના જ નેતૃત્વમાં 1990માં કોંગ્રેસને માત્ર 30% મતો અને 33 બેઠકો મળી હતી. માધવસિંહ સોલંકીએ 1985માં  KHAM થિયરીના સહારે કોંગ્રેસને રેકોર્ડ સીટો અપાવી હતી. આજે જાણીએ કે આ બહુચર્ચિત અને સોશિયલ એન્જિંનિયરિંગની મિશાલ ગણાતી ખામ થીયરી ખરેખર શું હતી.


ચૂંટણી જીતવાનો કીમિયો એટલે KHAM થિયરી


ગુજરાતમાં ચૂંટણી ટાણે રાજકીય સમીકરણો બેસાડવાની ચર્ચા થાય, ત્યારે 'ખામ' સમીકરણની અચૂકપણે ચર્ચા થાય. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કૉંગ્રેસે  ખામ થિયરી તૈયાર કરી હતી આ   KHAM એટલે 'K' (ક્ષત્રિય-ઠાકોર), 'H' (હરિજન, શિડ્યુલ્ડ કાસ્ટ), 'A' (આદિવાસી, શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) તથા 'M' મુસ્લિમોને સાથે રાખીને ચૂંટણી જીતવાનાં સમીકરણ ગોઠવવામાં આવ્યા હતા. કોંગ્રેસની આ થિયરી ખરેખર કામ કરી ગઈ હતી. જોવાની વાત તો એ છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની પ્રચંડ લોકપ્રિયતા છતાં પણ ભાજપ ક્યારેય  149 બેઠકોનો માધવસિંહનો રેકોર્ડ તોડી શકી નથી.


કેટલી સફળ રહી  KHAM થિયરી?


ગુજરાતમાં 1985માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી 149 બેઠક જીતેલી આ 149માંથી કૉંગ્રેસના 31 ઓબીસી (કોળી, આહિર, ક્ષત્રિય ઠાકોર), 29 પટેલ ; 36 ઉચ્ચ જ્ઞાતિઓ (વાણિયા, બ્રાહ્મણ, ઠક્કર, નાગર, રાજપૂત, સિંધી વગેરે) તથા આઠ મુસ્લિમ વિજેતા થયા હતા. આ સિવાય એસટી માટે અનામત 26માંથી 25 બેઠક ઉપર તથા એસસી માટે અનામત તમામ 13 બેઠક ઉપર વિજય થયો હતો.


કોણ હતા KHAM થિયરીના જનક?


ખામ થિયરીની વાત નિકળે એટલે લોકો માધવસિંહ સોલંકીને યાદ  કરે છે. જો કે રસપ્રદ બાબત એ છે કે ખામ થિયરીએ ઝીણાભાઈ દરજીના ભેજાની ઉપજ હતી. ઝીણાભાઈ  દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર હતા, તેઓ માધવસિંહની સરકારમાં મંત્રી હતા. ઝીણાભાઈ દરજીની સંગઠનશક્તિને લોકોને લોકો આજે પણ યાદ કરે છે. તેમણે અને સનત મહેતાએ આ ખામ થિયરી ગુજરાતમાં અજમાવવા માટે માધવસિંહને પ્રેરણા આપી હતી. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?