લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર ખાલિસ્તાનીઓનો વિરોધ, ભારત વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર, તિરંગાને પણ નીચે ઉતારી લીધો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-20 09:54:40

ભારતમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પડઘા લંડનમાં પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. લંડન ખાતે આવેલી ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ કરવામાં આવી છે.  મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓ ભારતીય હાઈ કમિશન પહોંચ્યા, બિલ્ડિંગમાં ઘૂસ્યા અને ભારતના તિરંગાનું અપમાન કર્યું. વિરોધમાં તિરંગાને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. આ ઘટનાનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 

    

ભારતીય હાઈ કમિશન બહાર ખાલિસ્તાનીઓનો વિરોધ! 

લંડનમાં ભારતીય હાઈ કમિશન બહાર ખાલિસ્તાન સમર્થકોએ રવિવાર સાંજે ભારે હંગામો કર્યો હતો. મળતી માહિતી અનુસાર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને લઈ લંડનમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રવિવાર સાંજે મોટી સંખ્યામાં ખાલિસ્તાની સમર્થકોએ કમિશનની બહાર એકત્ર થયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારતીય હાઈ કમિશનમાં તોડફોડ પણ કરી ઉપરાંત ઝંડાનું અપમાન પણ કર્યું હોવાના સમાચાર મળ્યા હતા. અને ઝંડાને નીચે ઉતારી દીધો હતો. 


પોલીસે અમૃતપાલને પકડવા હાથ ધર્યું હતું ઓપરેશન

પંજાબ પોલીસ દ્વારા અમૃતપાલ સિંહને પકડવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા હતા. ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રવિવારે પોલીસે તેના 34 સાથિયોની ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર પોલીસે હજી સુધી 114 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે. ખાલિસ્તાની સમર્થકોનો દાવો છે કે અમૃતપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. મોડી રાત્રે અમૃતપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ પોલીસ ધરપકડ થયા અંગે ના પાડી રહી છે.  ત્યારે અમૃતપાલ સિંહને લઈ લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ વિરોધ દર્શાવ્યો હતો. ભારતીય હાઈ કમિશન બહાર ખાલિસ્તાની ઝંડા લઈ ઉપસ્થિત હતા ઉપરાંત તિરંગાને પણ નીચે ઉતારી લીધો હોય તેવા સમાચાર મળી રહ્યા છે.

इस फोटो में एक खालिस्तानी समर्थक के हाथ में अमृत पाल सिंह का पोस्टर दिख रहा है।


भारतीय हाई कमिशन के बाहर भारी संख्या में खालिस्तान समर्थक मौजूद थे। इनके हाथ में खालिस्तानी झंडे भी दिख रहे हैं।

ભારત વિરૂદ્ધ લંડનમાં ખાલિસ્તાનીઓએ કર્યા સૂત્રોચ્ચાર 

ખાલિસ્તાન દ્વારા કરવામાં આવેલા વિરોધના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર કરતા દેખાયા હતા. ભારત સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય હાઈ કમિશનની બહાર થઈ રહેલા વિરોધના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. લંડનમાં થયેલી આ ઘટનાની નિંદા ભારતીય વિદેશ મંત્રાલયે કરી છે. વિરોધ દર્શાવતા વિદેશ મંત્રાલયે પૂછ્યું કે ભારતીય હાઈ કમિશન પરિસરમાં ખાલિસ્તાની તત્વોનો પ્રવેશ કરવાની મંજૂરી કોણે આપી?

flag 2

આ ઘટનાની ભારતના વિદેશ મંત્રાલયે કરી ટીકા 

વિદેશ મંત્રાલયે પૂછ્યું કે કેવી રીતે આટલી સંખ્યામાં પરિસરમાં લોકો અંદર ઘૂસી આવ્યા. તેનો અર્થ થાય છે કે ત્યાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા જ નથી. ભારતમાં બ્રિટનના હાઈ કમિશ્નર એલેક્સ એલિસે આ ઘટનાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આ ઘટના એકદમ અસ્વીકાર્ય છે.        


અમૃતપાલ બન્યો હતો વારિસ પંજાબ દેનો પ્રમુખ 

મહત્વનું છે કે અનેક હુમલાઓમાં અમૃતપાલ સિંહનું નામ બોલે છે. એ ગુરૂદ્વારા બિહારીપુરમાં તોડફોડ કરવાનો મામલો હોય કે પછી અજનાલાના પોલીસ ચોકી પર કરવામાં આવેલા કબજાનો મામલો હોય. પંજાબ પોલીસ દ્વારા અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને પગલે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. મહત્વનું છે કે 2012માં કામને લઈ અમૃતપાલ સિંહ દુબઈ ગયો હતો. 2022માં દુબઈથી ભારત પરત ફર્યો હતો જે બાદ વારિસ પંજાબ દેનો પ્રમુખ બન્યો હતો. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે લંડનમાં હાઈ કમિશનમાં ખાલિસ્તાની દ્વારા કરવામાં આવતા વિરોધનું કારણ આ ઘટના હોઈ શકે છે.    

  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...