પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટીસ (SFJ)ના સ્થાપક અને અમેરિકામાં રહેતા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ પ્રજાસત્તાક દિવસ અગાઉ ભારતીય નેતાઓને મોતની ધમકી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પંજાબના ટોચના પોલીસ અધિકારી ગૌરવ યાદવે ગેંગસ્ટરો સામે રાજ્ય પોલીસની ઝીરો ટોલરન્સની નિતી પર ભાર મુકતા આવા કોઈ પણ પ્રકારના ષડયંત્રમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કહીં છે.
હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેમાં પન્નૂ એક ખાલિસ્તાની નકશા સાથે ઉભો છે. તેમાં 26 જાન્યુઆરીના રોજ યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડના પહેલા હુમલાની વાત લખી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની મોતનો બદલો લેવાનો છે. પન્નૂએ કહ્યું છે કે તેમણે ભારતના પ્રજાસત્તાક દિવસ દરમિયાન માન પર હુમલો કરવા માટે ગેંગસ્ટરોને કહ્યું છે, ભગવંત માનની પુત્રી સીરત કૌરને પણ ગત વર્ષે માર્ચમાં ધમકી આપવામાં આવી હતી. અમેરિકામાં રહેતી સીરત કૌરને ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહની શોધ દરમિયા ધમકીઓ મળી હતી. ઉલ્લેખનિય છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા ગત વર્ષે 18 જૂનના રોજ કરી દેવામાં આવી હતી.