કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો અને તેમની ભારત વિરોધી પ્રવૃત્તિઓને લઈને ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, ફરી એકવાર ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા છે અને ભારત વિરુદ્ધ પ્રદર્શન શરુ કર્યું છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર આ પ્રદર્શન યોજાયું હતું. આ દરમિયાન ખાલિસ્તાનીઓએ ફરી એકવાર તિરંગાનું અપમાન કર્યું હતું. રસ્તા પર તિરંગો પાથર્યો, તેના પર ચંપલ મૂક્યા અને સળગાવ્યો હતો. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને 108 દિવસ થઈ ગયા છે અને ખાલિસ્તાની સમર્થકો સતત ભારતીય રાજદ્વારી સંજય કુમાર વર્માની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો માઈક અને ખાલિસ્તાનના ઝંડા લઈને પહોંચ્યા હતા.
હનુમાનજીની પ્રતિમાનો વિરોધ
કેનેડામાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવશે તેની સામે પણ ખાલિસ્તાની સમર્થકોએ સવાલો ઉભા કર્યા છે. કેનેડામાં સ્થાપના કરવામાં આવનાર હનુમાનજીની પ્રતિમા સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોનો આરોપ છે કે ભારતીય હિન્દુઓ કેનેડા પ્રત્યે વફાદાર નથી. આવી સ્થિતિમાં, શું તેમના દેવતા હનુમાનજીની પ્રતિમાને કેનેડામાં સ્થાપિત કરવાની મંજૂરી આપવી જોઈએ? ઉલ્લેખનીય છે કે કેનેડાના બ્રેમ્પટનમાં હનુમાનજીની 55 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ કેનેડાની સૌથી ઊંચી પ્રતિમા છે. જેને રાજસ્થાનના શિલ્પકાર નરેશ કુમાવતે તૈયાર કરી છે. તે 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જયંતિ પર કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં અભિષેક પછી સત્તાવાર રીતે સ્થાપના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આશ્ચર્યની વાત તો એ છે કે, આ હિંસક પ્રદર્શન દરમિયાન, કેનેડિયન પોલીસે પણ દરમિયાનગીરી કરી ન હતી અથવા તેમને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો.