દેશની બ્રાન્ડેડ અને ખ્યાતનામ રેસ્ટોરન્ટમાં ભોજન લેવાના કે ઓનલાઈન ઓર્ડર કરવાના શોખિન હોવ તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. રાજધાની દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ કોલોનીમાં રહેતી એક મહિલાએ KFCમાંથી ચિકન પોપકોર્ન ઓર્ડર કર્યું હતું. જો કે આ મહિલાને મળેલા ચિકન પોપકોર્નમાં સેફ્ટી પિન મળી આવતા હોબાળો મચી ગયો છે. આ મહિલાના પતિ અભય ભાટીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે અને KFCને પણ લિગલ નોટિસ ફટકારી છે.
Delhi :- KFC से ऑर्डर चिकन में मिला सेफ्टीपिन , KFC को भेजा गया लीगल नोटिस...@abplive @ABPNews pic.twitter.com/Wxe09GTw6c
— Nishant Chaturvedi (@nishant1994cha1) July 6, 2023
KFCના ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળી
Delhi :- KFC से ऑर्डर चिकन में मिला सेफ्टीपिन , KFC को भेजा गया लीगल नोटिस...@abplive @ABPNews pic.twitter.com/Wxe09GTw6c
— Nishant Chaturvedi (@nishant1994cha1) July 6, 2023આ મામલે લીગલ નોટિસ મોકલનાર એડવોકેટ આનંદ કટિયારે જણાવ્યું કે 26 મે, 2023ના રોજ સ્વિગી એપ દ્વારા KFC રેસ્ટોરન્ટના 7, 8, 9, 10 નંબર, ગ્રાન્ડલી સિનેમા કોમ્પ્લેક્સ કોમ્યુનિટી સેન્ટર ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં ચિકન પહોંચાડવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આ મહિલા દ્વારા ચિકન પોપકોર્ન મંગાવવામાં આવ્યું હતું. ઓર્ડર મળ્યા બાદ તે ચિકન પોપકોર્નમાંથી સેફ્ટી પિન મળવાની ફરિયાદ આવી છે, ત્યારબાદ મહિલાના પતિ અભય ભાટી વતી લીગલ નોટિસ મોકલવામાં આવી છે.
3 સરનામા પર નોટિસ મોકલવામાં આવી
એડવોકેટ આનંદ કટિયારે કહ્યું કે KFCના ત્રણ સરનામાં પર નોટિસ મોકલવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ખૂબ જ ગંભીર બાબત છે અને કંપનીની આવી બેદરકારી કોઈ પણ સંજોગોમાં સહન ન કરવી જોઈએ. ખાસ કરીને જો આ કંપનીઓ માલના નામે વ્યાજબી રકમ વસૂલે છે તો તેના આધારે સ્વચ્છતાની સાથે ગુણવત્તાનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને આને ધ્યાનમાં રાખીને, 3 જુલાઈ 2023 ના રોજ તેમની વિરુદ્ધ નોટિસ મોકલવામાં આવી છે.