Torrent Pharmaના ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં હત્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-24 15:20:06

ગુજરાતની મોટી કંપની  Torrent Pharmaceuticalsના ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદના વતની કેતન શાહ ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલની સબસિડરી કંપની Laboratories Torrent SA de CVમાં ફાયનાન્સ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. મેક્સિકોમાં કેટલાક બંદુકધારીઓએ લૂંટ બાદ તેમની હત્યા કરી નાખી હતી. લૂંટારાઓએ શાહ પાસેથી 10 હજાર ડોલર પણ લૂંટી લીધા હતા. કેતન શાહ વર્ષ 2019થી મેક્સિકો સીટીમાં કંપની માટે કામ કરી રહ્યા હતા. ભારતીય દુતાવાસની દરમિયાનગીરી બાદ એજન્સીઓ હત્યારાઓને પકડવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.


લૂંટના ઈરાદે હત્યા


મેક્સિકો સીટીની સાઈમન બોલિવર સ્ટ્રીટ પર હથિયારધારી હુમલાખોરોએ કેતન શાહની લૂંટના ઈરાદાથી હત્યા કરી હતી. તેમણે શાહ પાસેથી લગભગ 10 હજાર ડોલર ( લગભગ 8.3 લાખ રૂપિયા) લૂંટી લીધા હતા. શાહના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મેક્સિકો સ્થિત ભારતીય દુતાવાસે એક નિવેદન દાહેર કરી ઘટનાની પુષ્ટી કરતા શોક વ્યક્ત કર્યો હતો. દુતાવાસે તેમ કહ્યું કે અમે ગુનેગારોની ધરપકડ માટે એજન્સીઓના સંપર્કમાં છીએ.  


શાહ ઘરે પરત ફરી રહ્યા હતા


આ ઘટના ત્યારે બની જ્યારે શાહ એરપોર્ટ પર ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી 10,000 ડોલર ઉપાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક પર સવાર બે હુમલાખોરો તેમના વાહનની પાછળ આવ્યા અને ગોળીબાર કર્યો હતો. તેમને કુલ સાત ગોળીઓ વાગી હતી. સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ શાહને બચાવી શકાયા ન હતા. દુઃખની વાત એ છે કે તેમના પિતા, જેઓ હુમલા દરમિયાન પણ હાજર હતા, આ ઘટનામાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ હવે તેઓ સ્થિર હોવાનું કહેવાય છે. મેક્સીકન સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ટોરેન્ટ ગ્રૂપના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કેતન શાહના પરિવારને ભારતમાં સુરક્ષિત પરત લાવવા માટે કામ કરી રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?