થોડા સમય પહેલા બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ ધારાસભ્ય કેતન ઈનામદારે એક નિવેદન આપ્યું હતું. ડેરીમાં ભ્રષ્ટાચાર અને ભાઈ ભત્રીજાવાદને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ કોઈ નિર્ણય ન આવતા ધારાસભ્ય કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા.
બરોડા ડેરી સામે ધરણા પર બેઠા ધારાસભ્ય
બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ સીએમને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને પશુપાલકોને થતા અન્યાય સામે ધારાસભ્યે બાયો ચઢાવી છે. અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ નહીં આવતા કેતન ઈનામદારે પ્રતીક ધરણા કર્યા હતા. પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદકોએ આ અંગે બપોરના બાર વાગ્યાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે પ્રતીક ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમની સાથે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા.