બરોડા ડેરીમાં કથિત કૌભાંડને લઈ કેતન ઈનામદારે આપ્યું નિવેદન, સોમવાર સુધી સરકારને આપ્યો સમય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-18 17:27:56

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બરોડા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટ્રાચાર, સગાવાદ તથા ગેરવહીવટના આક્ષેપોના વિરોધમાં કેતન ઈનામદારે એક સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં સાવલી, ડેસર તથા અન્ય જિલ્લાઓમાંથી પશુ પાલકોએ ભાગ લીધો હતો. ડેરીના સત્તાધીશોને ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ડેરીના સત્તાધીશો યોગ્ય જવાબ નહીં આપે તો હું સોમવારથી ધરણાં પર ઉતરીશ. 


કેતન ઈનામદારે ધરણા કરવાની આપી ચીમકી 

મીડિયાને સંબોધતા કેતન ઈનામદારે કહ્યું હતું કે કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે. ડેરીનું નિર્માણ જે હેતુથી કરવામાં આવ્યું તે હાલ થઈ રહ્યું નથી. વહીવટદારોની અણઘટ નીતિના કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. પશુપાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મારો અવાજ દબાવી શકશે નહીં હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. સાથી ધારાસભ્યો પણ મારી સાથે છે. 


શું હતો સમગ્ર મામલો?

આ વાત ગયા મહિનાની છે. ગયા મહિને કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખી ડેરીમાં ભ્રષ્ટ્રાચાર ચાલતો હોવાના આક્ષેપો કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ રાઉલજી અને ડેરીના ડિરેક્ટર અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે. કુલદિપસિંહે પોતાના ભાઈના દીકરા જયરાજસિંહને પ્રોડક્શન સુપરવાઈઝર અને હાર્દિકસિંહને ઈલેક્ટ્રિકલ ટેક્નિશિયન તથા ભત્રીજાની વહુને ક્વોલિટી ટેસ્ટીંગમાં સુરવાઈઝર તરીકે નોકરીએ રાખ્યા છે.    




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?