કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ નથી, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મ્યો છે, દેશમાં જ રહે છે અને જીવે છે, તેને હિંદુ કહેવા જોઈએ. આરીફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિંદુ પણ કહેવો જોઈએ. અંગ્રેજોએ લોકોને ધર્મના આધારે વિભાજિત કર્યા હતા. તેમણે કેરળના તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમમાં આ નિવેદન કર્યું હતું.
‘Call me Hindu’ Kerala Governor, Arif Mohammed Khan @ Hindu Conclave, Thiruvananthapuram, Kerala#ArifMohammadKhan #Hinduism #Hindu #CallMeHindu pic.twitter.com/2BYSZrnuN4
— IndicTube (@IndicTube) January 29, 2023
ભારતમાં જન્મેલો દરેક માણસ હિંદુ
‘Call me Hindu’ Kerala Governor, Arif Mohammed Khan @ Hindu Conclave, Thiruvananthapuram, Kerala#ArifMohammadKhan #Hinduism #Hindu #CallMeHindu pic.twitter.com/2BYSZrnuN4
— IndicTube (@IndicTube) January 29, 2023કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉત્તર અમેરિકામાં સ્થાયી થયેલા મલયાલી હિન્દુઓ દ્વારા આયોજિત 'હિંદુ સંમેલન'નું ઉદ્ઘાટન કરવા 28 જાન્યુઆરીએ તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે સર સૈયદ અહેમદ ખાને એકવાર કહ્યું હતું કે મને નથી લાગતું કે હિંદુ કોઈ ધાર્મિક શબ્દ છે, તે ભૌગોલિક શબ્દ છે. જે ભારતમાં જન્મે છે તે ભારતમાં જન્મેલ અનાજ ખાય છે.. અહીંની નદીઓનું પાણી પીવે છે, તે હિંદુ કહેવડાવવાનો હકદાર છે.
અંગ્રેજોએ ભાગલા પડાવ્યા
આરિફ મોહમ્મદે કહ્યું કે તમારે મને પણ હિન્દુ માનવો જોઈએ... અંગ્રેજોના સમયમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. કારણ કે તેઓ ધર્મના આધારે લોકોને વહેંચતા હતા. આરિફ મોહમ્મદે બીબીસી ડોક્યુમેન્ટરીને પણ એક ષડયંત્ર ગણાવ્યું હતું.