'ધ કેરળ સ્ટોરી' નફરત ફેલાવનારી, RSSની પ્રોપેગેન્ડા ફિલ્મ: CM પિનરાઈ વિજયન


  • Published By :
  • Published Date : 2023-04-30 19:08:40

ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગઈ છે. કેરળ સરકાર દ્વારા આ ફિલ્મની ટીકા કરવામાં આવી રહી છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને કેરળ સરકારના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને તેને પ્રોપેગેન્ડા ફિલ્મ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણીના રાજકારણમાં ફાયદો મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે.


કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાનો ઉદ્દેશ્ય 


કેરળના CM પિનરાઈ વિજયને કહ્યું કે હિન્દી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'નું ટ્રેલર ઇરાદાપૂર્વક સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને કેરળ વિરુદ્ધ નફરત ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ બિનસાંપ્રદાયિકતાની ભૂમિ કેરળમાં ખુદને ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે સંઘ પરિવારના પ્રચારને ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


લવ જેહાદના આરોપ પાયાવિહાણા 


CM પિનરાઈ વિજયને આરોપ લગાવ્યો કે ફિલ્મને ભારતીય જનતા પાર્ટીની વૈચારિક સમર્થક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન છે. તેમણે વધુમાં કહ્યું કે કેરળમાં ચૂંટણીની રાજનીતિમાં માઈલેજ મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં પ્રચારની ફિલ્મો અને તેમના મુસ્લિમ અલગાવને જોઈ શકાય છે. આ ફિલ્મ લવ જેહાદના આરોપ લગાવવા માટેના વ્યવસ્થિત પગલાનો એક ભાગ છે, જેને તપાસ એજન્સીઓ, અદાલતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રદિયો આપ્યો હતો. જી. કિશન રેડ્ડીએ, તત્કાલિન ગૃહ રાજ્ય મંત્રી, જેઓ હજુ પણ કેબિનેટ મંત્રી છે, તેમણે સંસદમાં જવાબ આપ્યો કે લવ જેહાદ જેવી કોઈ વસ્તુ નથી.


ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિનો પ્રયાસ


CMએ કહ્યું કે સંઘ પરિવારની રાજનીતિ અન્ય રાજ્યોની જેમ કેરળમાં કામ કરતી નથી, તેથી તેઓ નકલી વાર્તાઓ અને ફિલ્મો દ્વારા વિભાજનની રાજનીતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંઘ પરિવાર કોઈ પણ તથ્ય અને પુરાવા વગર આવી ખોટી વાતો ફેલાવી રહ્યો છે. કેરળમાં 32,000 મહિલાઓએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ, આ મોટું જૂઠ આપણે ફિલ્મના ટ્રેલરમાં જોયું. આ ફેક સ્ટોરી સંઘ પરિવારની જુઠ્ઠાણાની ફેક્ટરીનું ઉત્પાદન છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..