કેરળ: PFIના 15 સભ્યોને ફાંસીની સજા, BJP નેતાનું ગળું કાપીને કરવામાં આવી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 20:12:35

કેરળમાં ભાજપના નેતાની હત્યાના કેસમાં લગભગ ચાર વર્ષે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં દોષિત તમામ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં 15 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આ હત્યામાં સામેલ તમામ ગુનેગારો પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલા છે.


માવેલીક્કર જિલ્લા કોર્ટે સંભળાવી સજા 


કેરળની એક અદાલતે ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં 15 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ તમામ ગુનેગારો પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલા છે. કોર્ટે શનિવારે આ 15 લોકોને દોષિત જાહેર કર્યા હતા. આ ગુનેગારોને માવેલીક્કર જિલ્લા અદાલતે સજા સંભળાવી છે. માવેલીકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. મૃતકના પરિવારજનોના વકીલે કહ્યું કે સજા પામેલા તમામ આરોપીઓ ટ્રેન્ડ કિલર સ્ક્વોડનો ભાગ છે. મૃતકને તેની માતા, પત્ની અને બાળકની સામે જે ક્રૂર અને નિર્દય રીતે મારવામાં આવ્યો તે દુર્લભ અપરાધોની શ્રેણીમાં આવે છે. મળતી માહિતી મુજબ, હત્યાની ઘટનામાં આઠ આરોપીઓ સંડોવાયેલા હતા, જ્યારે બાકીના આરોપીઓને ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવણી માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ માવેલીક્કર જિલ્લા અદાલતે તમામ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે.


આ છે 15 દોષિતો

ગયા અઠવાડિયે કોર્ટે 15 લોકોને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે નિઝામ, અજમલ, અનુપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ સલામ ઉર્ફે સલામ પોનાદ, અબ્દુલ કલામ, સફરુદ્દીન અને મંશાદ તરીકે ઓળખાયેલા આઠ દોષિતો રણજીત શ્રીનિવાસની હત્યામાં સીધા સામેલ હતા. જ્યારે અન્ય ગુનેગારોની ઓળખ જસીબ રાજા, નવાસ, શમીર, નસીર, ઝાકિર હુસૈન, શાજી પૂવાથુંગલ અને શમનસ અશરફ તરીકે કરવામાં આવી છે. કોર્ટે તેમાંથી ચારને દોષિત ઠેરવ્યા હતા કારણ કે તેઓ હથિયારો સાથે ગુનાના સ્થળે આવ્યા હતા, જેથી શ્રીનિવાસ છટકી ન શકે અને કોઈ તેની મદદ ન કરી શકે. બાકીના ત્રણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું.


શું હતો સમગ્ર મામલો?

આ હિચકારી ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે 19 ડિસેમ્બર, 2021ના રોજ જ્યારે રણજીત શ્રીનિવાસ અલપ્પુઝા શહેરમાં તેમના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ ભાજપના નેતાને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઇજાના કારણે રણજીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રણજીત તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...