વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. આજથી કેન્દ્રીય વિદ્યાલયની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે વાલીઓ તેમના બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં દાખલ કરવા માગે છે તેઓ kvsangathan.nic.in પર જઈને તેમના પ્રવેશ માટે નોંધણી કરાવી શકે છે. KVS ધોરણમાં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 એપ્રિલ 2023 છે.
પ્રવેશ માટેની શું છે પ્રક્રિયા?
કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 6 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમર 31 માર્ચ 2023થી ગણવામાં આવશે. KVS વર્ગ 1 માં પ્રથમ કામચલાઉ પસંદગી અને પ્રતીક્ષા /યાદી 20 એપ્રિલ 2023 ના રોજ બહાર પાડવામાં આવશે. જ્યારે, વર્ગ 2 માં પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલ 2023 ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે, જે 12 એપ્રિલ 2023 ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.
નોંધણી પૂર્ણ થયા બાદ, પ્રથમ કામચલાઉ યાદી 20 એપ્રિલે બહાર પાડવામાં આવશે. જેના પર 21મી એપ્રિલથી પ્રવેશ શરૂ થશે. બીજી તરફ જો બેઠકો ખાલી રહેશે તો બીજા અને ત્રીજા રાઉન્ડની યાદી 28 એપ્રિલ અને 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 11 સિવાયના અન્ય વર્ગોની નોંધણી પ્રક્રિયા 3 એપ્રિલથી 12 એપ્રિલ સુધી ચાલશે. જે ઓફલાઈન મોડમાં હશે.
KVS વર્ગ-1 પ્રવેશ માટે આ રીતે થશે નોંધણી
1-સૌપ્રથમ KVSની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
2-kvsonlineadmission.kvs.gov.in ની મુલાકાત લો.
3-KVSની સત્તાવાર વેબસાઇટમાં નોંધણી કરો.
4-પછી નોંધણી પૂર્ણ થયા પછી લોગિન કરો અને પ્રવેશ ફોર્મ ભરો.
5-આ પછી માંગેલા દસ્તાવેજો અપલોડ કરો.
6-પછી અરજી ફોર્મ તપાસો.
7-અરજી ફોર્મ સબમીટ કરો.
8-અરજીની રસીદની પ્રિન્ટ આઉટ કાઢો.