રેવડી કલ્ચર બાદ ગુજરાતમાં રેડ કલ્ચર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 10:59:00

અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત ના પ્રવાસે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે 2 દિવસ ના ગુજરાત ના પ્રવાસે ત્યારે રવિવારે રાતે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પોહચય હતા . એરપોર્ટ પર કેજરીવાલે ડ્રગ્સ મામલે જણાવ્યું કે, ગુજરાત તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાધનને દાવ પર લગાવ્યા છે. ગુજરાતના એક ચોક્કસ પોર્ટ પર હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. ગુજરાત ડ્રગ્સનું હબ બની ચુક્યું છે. આટલું પકડાય છે તેનો અર્થ કે આવતું કેટલા મોટા પ્રમાણમાં હશે.

 
કેજરીવાલનું દરોડા દ્વારા સ્વાગત .

રવિવારે એક તરફ અરવિંદ કેજરીવાલ અમદાવાદ પોહચયા ત્યાં બીજી બાજુ આપના અમદાવાદ કાર્યાલય ખાતે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ અંગે કેજરીવાલ અને ઇસુદાન ગઢવી દ્વારા ટ્વીટ કરીને ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા લખ્યું કે, ભાજપમાં આપના વધી રહેલા દબદબાથી ભાજપ ખુબ જ ગભરાઇ ગયું છે. તેના કારણે હવે આપના લોકો અને તેમના સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત પ્રદેશ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

અરવિંદ કેજરીવાલ ‘ભાજપ ગભરાય ગઈ છે’

અમદાવાદ કાર્યાલય પર પડેલી રેડ વિષે ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ એ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા .


અરવિંદ કેજરીવાલ, ”ગુજરાતની જનતા તરફથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ખુબ જ ખરાબ રીતે ગભરાઇ ગઇ છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી આવી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ રેડ કલ્ચરની શરૂઆત થઇ ચુકી છે. દિલ્હીમાં કંઇ ન મળ્યું તો ગુજરાતમાં દરોડા પાડ્યા પરંતુ અહીં પણ કઇ જ નહી મળે.અમે કટ્ટર ઇમાનદાર અને કટ્ટર દેશભક્ત છીએ.”


ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરતા લખ્યું કે, ”કેજરીવાલ અમદાવાદ આવતાની સાથે જ અમદાવાદની આમ આદમી પાર્ટીના અમદાવાદ ઓફીસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું. પરંતુ કંઇ ન મળતા જતા રહ્યા. ફરી આવશે.”

 

 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.