કેજરીવાલનો સવાલ, BJP લોકસભા ચૂંટણીમાં 90 કરોડમાંથી કેટલા મતોની ચોરી કરશે?


  • Published By :
  • Published Date : 2024-02-20 19:03:09

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણી કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે રિટર્નિગ ઓફિસરના પરિણામને ફગાવી દીધો છે. આપ ઉમેદવાર કુલદીપ કુમારને કોર્ટે વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આપના કન્વિનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. 


BJPએ 8 વોટ રદ્દ કરવાનું કાવતરૂ રચ્યું 


અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે  INDIA ગઢબંધનના 20 વોટ હતા અને બિજેપી પાસે માત્ર 16 વોટ હતા તેમ છતાં પણ બિજેપીએ ચંદીગઢ મેયરની ચૂંટણી જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. રિટર્નિગ અધિકારીની મદદથી મદદથી 8 વોટ રદ્દ કરવાનું કાવતરૂ બિજેપીએ રચ્યું હતું. બિજેપી દેશની લોકશાહીને કચડી રહી છે, તથા તમામ સ્વાયત્ત સંસ્થાઓને કચડી રહી છે. આવી સ્થિતીમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વનો હતો. 


BJPએ 90 કરોડમાંથી કેટલા મતો ચોરી કરશે? 


અરવિંદ કેજરીવાલે કહ્યું કે સમગ્ર દેશએ જોયું કે બિજેપીએ આ ચૂંટણી ચોરી હતી. આ ચૂંટણીમાં કુલ 36 મત હતા બિજેપીએ 8 વોટ ચોરી લીધા, 25 ટકા ચોરી લીધા, હજું હમણા થોડા જ દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, તેમાં 90 કરોડ મતો છે. જો બિજેપી 36 ટકામાંથી 25 ટકા મત ચોરી કરી શકે છે, તો વિચારો કે 90 કરોડમાંથી કેટલા મતો ચોરી કરશે. વિચારીને જ આત્મા કંપી જાય છે.  બિજેપીવાળા ચૂંટણીમાં ગડબડ કરે છે, બદમાશી કરે છે. મતોની ચોરી કરે છે, પરંતું ચંદીગઢ ચૂંટણીના સમયે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયા. 


'લોકશાહી નહીં ટકે તો કંઈ નહીં બચે'


આખા દેશે વિચારવું પડશે કે લોકશાહી નહીં બચે તો કશું બચશે નહીં. આજે તેઓ જે આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે 370 સીટો આવશે. તે એક રીતે દેશની જનતાને પડકાર ફેંકી રહ્યા છે કે અમને તમારા વોટની જરૂર નથી. અમને 370 બેઠકો મળી રહી છે. તેમને 370 બેઠકો વિશે આટલો વિશ્વાસ ક્યાંથી મળી રહ્યો છે, તેમણે કંઈક ખોટું કર્યું છે. જો કોઈપણ દેશમાં ચૂંટણી પહેલા પક્ષો સ્પષ્ટપણે કહેવા લાગે કે તેમને વોટની જરૂર નથી, તો વોટની જરૂર નથી. એ દેશમાં લોકશાહી નથી. લોકશાહી બચાવવા માટે આખા દેશે સાથે એક સાથે આવવું પડશે. તેથી તે પણ સ્પષ્ટ છે કે આ લોકો ચૂંટણી જીતતા નથી, તેઓ ચૂંટણીઓ ચોરી કરે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે