હિન્દુ હિત રક્ષક સમિતિએ વિરોધ દર્શાવતા કેજરીવાલે ઉમિયા મંદિર જવાનું ટાળ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:05:37

અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. મહેસાણા ખાતે તેમણે જનસભા સંબોધી હતી. તેમના પ્રવાસ દરમિયાન તેઓ ઉમિયા મંદિરે જવાના હતા. પરંતુ તેની પર વિવાદ છેડાઈ ગયો હતો. વિવાદને કારણે તેમણે પોતોનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. કેજરીવાલને હિંદુ વિરોધી દર્શાવી હિંદુ હિત રક્ષક સમિતિએ મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવા માગ કરી હતી. વિવાદ વધુ ન સર્જાય તે માટે કેજરીવાલે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરી દીધો છે.

ઉમિયા માતાના દર્શને નહીં જાય કેજરીવાલ 

ગુજરાતની રાજનીતિમાં થોડા સમયથી અગત્યના મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે. ગુજરાતમાં ધર્મની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના પૂર્વ મંત્રીનો એક વીડિયો વાયરલ થયો હતો જે બાદ ગુજરાતની રાજનીતિમાં એકાએક પરિવર્તન આવી ગયું. મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ ગયા. અને ધર્મ, અને જાતિ પર રાજનીતિ શરૂ થઈ ગઈ. વીડિયોના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા. અરવિંદ કેજરીવાલને હિંદુ વિરોધી બતાવવાની કોશિશ કરવામાં આવી હતી. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલને ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા જવાના હતા પરંતુ હિંદુ હિત રક્ષક દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે જે બાદ મંદિર જવાના પ્લાનને કેજરીવાલે કેન્સલ કરી દીધો છે. 

ઉમિયા માતા મંદિર ઊંઝા || History of Umiya Mata Temple Unjha - YouTube


અરવિંદ કેજરીવાલને સતત કરવો પડી રહ્યો છે વિરોધનો સામનો  

ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે અનેક વખત વિરોધનો સામનો કરવો પડી રડ્યો છે. કોઈ જગ્યાએ તેમના પોસ્ટર ફાટી રહ્યા છે તો કોઈ જગ્યા પર હિંદુ વિરોધીના બેનર લાગી રહ્યા છે. એક તરફ એમનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ વડાપ્રધાન મોદી, ધર્મ તેમજ હીરા બા વિશે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આવા બધા કિસ્સાઓને કારણે અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.