ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક પ્રહારો તીવ્ર બન્યા છે. આમ તો આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખિયો ચૂંટણી જંગ મનાય છે. જો કે શાસક પક્ષ ભાજપને સૌથી મોટો પડકાર તો આપ તરફથી જ મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, મને બીજેપી પર દયા આવે છે. તેના જેવી નિકકમી પાર્ટી મે ક્યારેય જોઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે ત્યારે મોદીના નારા નથી લાગતા હું ગુજરાત આવું ત્યારે બંને લોકો મારી વિરુધ નારા લગાવે છે.
"મને ભાજપથી વધું નકામી પાર્ટી બીજી કોઈ નથી લાગતી.
મને ભાજપ પર ખુબ જ દયા આવે છે." - @ArvindKejriwal pic.twitter.com/LF1K0VzTVi
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) September 20, 2022
ભાજપે મારા પર 169 કેસ કર્યાં: કેજરીવાલ
"મને ભાજપથી વધું નકામી પાર્ટી બીજી કોઈ નથી લાગતી.
મને ભાજપ પર ખુબ જ દયા આવે છે." - @ArvindKejriwal pic.twitter.com/LF1K0VzTVi
અત્યાર સુધી ભાજપે મારા પર 169 કેસ કર્યાં છે. પરંતુ મને કોઈ ફરક પડતો નથી. કારણ કે મને રાજનીતિ નથી આવડતી મને લોકોના કામ કરતા આવડે છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, પંજાબમાં ભગવંત માન ખૂબ સારું કામ કરી રહ્યા છે. ભગવંત માનને પ્લેનમાંથી ઉતારી દેવાની વાત બિલકુલ ખોટી હોવાનું કેજરીવાલે જણાવ્યું હતું.
વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા. જો કે વડોદરા એરપોર્ટ પર કેજરીવાલ પહોંચતા જ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. જેથી આમ આદમી પાર્ટીના સમર્થકો અને મોદી સમર્થકો આમને સામને આવી ગયા હતા.